AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
CSK vs PBKS
| Updated on: Apr 03, 2026 | 7:33 PM
Share

IPL 2026 ની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં PBKSએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે CSK આ મેચમાં પહેલા બેટિંગ કરશે. બંને ટીમોની આ સિઝનની બીજી મેચ છે અને બંને ટીમો જીતવા પ્રયાસ કરશે.

શ્રેયસ અય્યરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ટોસ જીત્યા બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે પિચ ફ્રેશ છે અને કેવી રીતે રમવું તે જાણવા માટે અમે પહેલા બોલિંગ કરીશું. અમે સકારાત્મક અને શાંત માનસિકતા જાળવી રાખીશું. ટીમની લાઇન-અપ મજબૂત છે અને CSK સામેના રેકોર્ડ ધ્યાનમાં રાખીને ખેલાડીઓમાં આત્મવિશ્વાસ છે, અને પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી અને ગત મેચની ટીમ સાથે જ રમીશું.

ઋતુરાજ ગાયકવાડે શું કહ્યું?

ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે ઝાકળ બીજી ઇનિંગમાં મુખ્ય પરિબળ નહીં બને તેવું લાગી રહ્યું છે. અમે બેટિંગ-બોલિંગ બંનેમાં ચોક્કસથી ગત મેચમાં કરેલી ભૂલને સુધારીશું. ભૂલો થવી સામાન્ય છે અને T20માં તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. ઓપનિંગ પાર્ટનરશિપ મહત્વપૂર્ણ રહેશે. આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં અમે એક ફેરફાર કર્યો છે. મેટ શોર્ટની જગ્યાએ પ્રશાંત વીર આજે રમશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, નૂર અહમદ, અંશુલ કંબોજ, મેટ હેનરી, ખલીલ અહેમદ.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંઘ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

Breaking News: પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમશે MS ધોની ? CSK vs PBKS મેચ પહેલા ‘થાલા’એ શરુ કરી પ્રેક્ટિસ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">