AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમશે MS ધોની ? CSK vs PBKS મેચ પહેલા ‘થાલા’એ શરુ કરી પ્રેક્ટિસ

આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં એમએસ ધોની રમશે કે નહીં તે અંગે થોડી અનિશ્ચિતતા છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં ધોની બે અઠવાડિયા માટે નહીં રમે એવું CSK દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે પંજાબ સામેની મેચ પહેલા ધોની પ્રેક્ટિસ સેશનમાં દેખાતા તેના રમવા અંગે અચાનક ચર્ચા શરુ થઈ છે.

Breaking News: પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમશે MS ધોની ? CSK vs PBKS મેચ પહેલા 'થાલા'એ શરુ કરી પ્રેક્ટિસ
MS DhoniImage Credit source: X
| Updated on: Apr 03, 2026 | 6:21 PM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે ચેપોક ખાતે રમાનારી IPL મેચ પહેલા સૌથી મોટો સવાલ MS ધોનીને લઈને છે. શરૂઆતમાં બે અઠવાડિયા સુધી બહાર રહેવાની વાત વચ્ચે હવે ધોની નેટ્સમાં પ્રેક્ટિસ કરતો જોવા મળતા ફેન્સમાં આશા જાગી છે. પરંતુ શું તે આજે મેદાનમાં ઉતરશે કે નહીં, તે હજુ પણ સ્પષ્ટ નથી.

ચેપોકમાં ચેન્નાઈ અને પંજાબની ટક્કર

ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રસપ્રદ મુકાબલો રમાશે. બંને ટીમો માટે આ મેચ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને CSK માટે, કારણ કે તેઓ સિઝનની શરૂઆત હારથી કરી ચૂક્યા છે.

ધોનીની મેદાનમાં હાજરી

મેચ પહેલા સૌથી વધુ ચર્ચા ધોનીની હાજરી અંગે ચાલી રહી છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં CSK તરફથી માહિતી આપવામાં આવી હતી કે ધોનીને પગના સ્નાયુમાં દુખાવો હોવાથી તે ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે બહાર રહેશે. આ કારણે તે પહેલી મેચમાં ટીમ સાથે નહોતો. પરંતુ તાજેતરમાં ધોનીને ચેપોકમાં નેટ પ્રેક્ટિસ કરતા જોવામાં આવ્યો છે. તેની આ હાજરીએ ફેન્સમાં નવી આશા જગાવી છે કે કદાચ તે ઝડપથી ફિટ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ‘થાલા’ની વાપસી અંગે ચર્ચાઓ તેજ બની છે.

ધોની આજની મેચમાં નહીં રમે

જોકે, પ્રેક્ટિસ કરવી અને મેચ રમવી – બંને વચ્ચે મોટો ફરક છે. ટીમ મેનેજમેન્ટ કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. IPL લાંબી ટુર્નામેન્ટ હોવાથી શરૂઆતની મેચ માટે ધોનીને ઉતારવાની ઉતાવળ કરવી CSK માટે યોગ્ય ગણાશે નહીં. માહિતી મુજબ, ધોની આજે પણ મેચ નહીં રમે. તે ટીમ સાથે ડગઆઉટમાં રહેશે અને પોતાના અનુભવથી ટીમને માર્ગદર્શન આપશે. તેની હાજરી મેદાન બહાર પણ ટીમ માટે મહત્વપૂર્ણ છે.

CSK ધોની વિના જીતશે?

જો ધોની નહીં રમે, તો વિકેટકીપિંગની જવાબદારી ફરી અન્ય ખેલાડી સંભાળી શકે છે, જેમ કે પહેલાની મેચમાં જોવા મળ્યું હતું. લગભગ તો સંજુ સેમસન જ વિકેટકીપિંગ કરશે, પણ જો અંતિમ સમયે ટીમ નિર્ણય બદલે તો અન્ય વિકેટકિપર પણ મેચમાં જોવા મળી શકે છે. હવે જોવાનું રહેશે કે CSK ધોની વિના કેવી રીતે પ્રદર્શન કરે છે અને શું તેઓ આ મેચમાં જીત મેળવી પોતાનું ખાતું ખોલી શકે છે.

Breaking News: PM મોદીએ સંજુ સેમસનની કરી પ્રશંસા, દબાણવાળી મેચોમાં મેચવિનિંગ પ્રદર્શનના કર્યા વખાણ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">