AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: CSK ફેન્સ ફરી થયા નિરાશ, ધોનીનું નહીં થયું કમબેક, ભારતનો નંબર-1 બોલર KKRમાં પાછો ફર્યો

ધોનીને મેદાનમાં રમતા જોવાની ફેન્સની ઈચ્છા CSK vs KKR ની મેચમાં પણ પૂરી નથી થઈ. મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં રમી રહ્યો નથી. ઈજાને કારણે તે આ સિઝનમાં હજી સુધી એક પણ મેચ રમ્યો નથી. જ્યારે ભારતનો નંબર 1 બોલર KKRમાં પાછો ફર્યો છે.

Breaking News: CSK ફેન્સ ફરી થયા નિરાશ, ધોનીનું નહીં થયું કમબેક, ભારતનો નંબર-1 બોલર KKRમાં પાછો ફર્યો
MS DhoniImage Credit source: X
| Updated on: Apr 14, 2026 | 8:20 PM
Share

IPL 2026 ની 22મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ચાહકોને મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો. CSKનો આઈકોન અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ મેચમાં પણ નથી રમી રહ્યો. તે પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે અત્યાર સુધી એક પણ મેચ રમી શક્યો નથી.

ધોનીના કમબેકની રાહ જોવી પડશે

સિઝનની શરૂઆત પહેલા એમએસ ધોનીને આ ઈજા થઈ હતી અને હાલમાં તે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. એવું માનવામાં આવતું હતું કે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પહેલા ધોની મેચ ફિટનેસ પાછી મેળવશે, પરંતુ એવું બન્યું નથી. તેણે થોડા દિવસો પહેલા નેટમાં બેટિંગ સેશન પણ કર્યું હતું, પરંતુ હજુ પણ તે મેચ ફિટનેસથી ઘણો દૂર છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો આગામી મુકાબલો 18 એપ્રિલે હૈદરાબાદ સામે છે. ધોની આ મેચ માટે ફિટ થશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.

ભારતના નંબર વન બોલરનું KKRમાં કમબેક

બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સને સારા સમાચાર મળ્યા છે. વરુણ ચક્રવર્તી ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે અને પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો છે. તે છેલ્લે 2 એપ્રિલે હૈદરાબાદ સામે KKR માટે રમ્યો હતો, પરંતુ ત્યારથી ઈજાને કારણે તે મેદાનની બહાર છે. આ સિઝનમાં તેને અત્યાર સુધી કોઈ ખાસ સફળતા મળી નથી. તેણે બે મેચ રમી છે પરંતુ કોઈ સફળતા મેળવી નથી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ચેન્નાઈ સુપર કિંગ્સ : સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, દેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, સરફરાઝ ખાન, જેમી ઓવરટોન, અંશુલ કંબોજ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, ગુર્જપનીત સિંહ.

કોલકાતા નાઈટ રાઈડર્સ : અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રિંકુ સિંહ, રોવમેન પોવેલ, રમનદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી, વૈભવ અરોરા.

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
g clip-path="url(#clip0_868_265)">