AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાનો એક એવો દેશ જ્યા મહિલાઓ છોડો માદા જાનવરોના પ્રવેશ પર પણ છે પ્રતિબંધ- 10મી સદીમાં જીવે છે આ દેશના લોકો

દુનિયાનો એક એવો અજીબ અને રહસ્યોથી ભરેલો દેશ જ્યાં છેલ્લા 1000 વર્ષથી મહિલાઓ અને માદા જાનવરોના પ્રવેશ પર સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાણો આખરે આ રહસ્યમય દેશ ક્યાં આવેલો છે અને કેમ અહીં મહિલાઓ, યુવતીઓને આવવાની છૂટ નથી.

દુનિયાનો એક એવો દેશ જ્યા મહિલાઓ છોડો માદા જાનવરોના પ્રવેશ પર પણ છે પ્રતિબંધ- 10મી સદીમાં જીવે છે આ દેશના લોકો
| Updated on: Sep 17, 2026 | 9:42 PM
Share

આજની ઝાકઝમાળથી ભરેલી અને ભાગદોડ ભરેલી દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં સદીઓ જુની પરંપરાઓને અનુસરવામાં આવે છે. એક એવો વિસ્તા જ્યા આજના સમયમાં પણ મહિલાઓના પગ મુકવા પર સખ્ત પ્રતિબંધ છે.

અમે વાત કરી રહ્યા છીએ ગ્રીસના એક અત્યંત સુંદર પરંતુ બિલકુલ અલગ-અલગ પહાડીઓથી ઘેરાયેલા વિસ્તાર “માઉન્ટ એથોસ”ની. જો કે સવાલ એ છે કે આખરે આ પ્રતિબંધ પાછળનું સત્ય શું છે. શા માટે આ જગ્યા દુનિયાની નજરથી દૂર અને રહસ્યો સાચવીને બેઠી છે. આજે એક એવી જગ્યા વિશે જાણીએ, જ્યા સમય થંભી ગયો છે.

મહિલાઓ પર પ્રતિબંધનું કારણ શું છે?

માઉન્ટ એથોસમાં માત્ર મહિલાઓ જ નહીં પરંતુ અહીં કોઈ માદા પશુને લાવવાની પણ સંપૂર્ણ મનાઈ છે. આ કોઈ નિયમ નથી. પરંતુ એક હજાર વર્ષથી ચાલી રહેલા આ અત્યંત કડક કાયદો છે.

ઈતિહાસના પન્નાને પલટશો તો જાણવા મળશે કે ઓર્થોડોક્સ ઈસાઈ સન્યાસીઓ (મંક) આ જગ્યાને તેની આદ્યાત્મિક સાધનાનું કેન્દ્ર બનાવ્યુ હતુ. તેઓ આને ‘વર્જિન મેરીનો પવિત્ર બગીચો’ માનતા હતા. માન્યતા છે કે ખુદ ઈસા મસીહા ની માતા, વર્જિન મેરી આ જગ્યા પર આવી હતી અને તેની સુંદરતાથી ખુશ થઈ તેમણે આ જગ્યાને તેનો બગીચો બનાવી લીધો. સન્યાસીઓનું માનવુ છે કે આ સમગ્ર વિસ્તાર પર માત્ર વર્જિન મેરીનો જ અધિકાર છે અને તેમના પ્રત્યે સન્માન પ્રગટ કરવા માટે તેઓ અહીં અન્ય કોઈ મહિાને આવવાની મંજૂરી આપતા નથી.

એવુ લાગે કે 10મી સદીમાં પહોંચી ગયા

આજે જ્યારે આપણે સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટ વિના એક પળ પણ રહી શક્તા નથી, ત્યાં માઉન્ટ એથોસ ના સંન્યાસી આજે પણ 10મી સદી જેવી સાદગીથી ભરેલી જિંદગી જીવી રહ્યા છે.

તેમનુ શેડ્યુલ એવુ કડક છે કે સાંભળીને રૂંવાટા ખડા થઈ જશે. સવારે તેઓ 4 વાગ્યે ઉઠે છે. આખી-આખી રાત જાગીને પ્રાર્થના કરે છે અને દિવસે ખેત કે મઠોમાં સખ્ત મહેનત કરે છે. ભોજનના નામે માત્ર સૂકી રોટલી અને થોડી શાકભાજી ખાય છે.

અહીં એશો-આરામ કે મનોરંજનનું કોઈ નામોનિશાન નથી. આ જગ્યા પર બહારના લોકોનું આવવુ પણ આસાન નથી. કડક સુરક્ષા અને તપાસ બાદ માત્ર કેટલાક પુરુષોને જ અહીં આવવાની પરમિટ મળે છે.

મઠોની દિવાલો માં દફન છે રહસ્યો

એવુ કહેવાય છે કે આ મઠોની દિવાલોની પાછળ એવા પ્રાચીન ગ્રંથ અને રહસ્યો દફન છે, જેને ફક્ત સન્યાસીઓ જ જોઈ શકે છે. સતત કલાકોની ધ્યાન સાધના દરમિયાન આ સન્યાસીઓ એક એવી શૂન્ય અવસ્થામાં પહોંચી જાય છે જ્યાં તેઓ ખુદને ઈશ્વર ની સૌથી નજીક અનુભવે છે.

સૌથી મોટો સવાલ એ છે કે આજની આધુનિક્તાની આ આંધીમાં માઉન્ટ એથોસ તેની પ્રાચીન ઓળખ બચાવી શકશે? ચારે તરફ બદલાતા સમયનું દબાણ વધી રહ્યુ છે પરંતુ આ રહસ્યમયી પહાડી આજે પણ પણ તેના નિયમો પર અડગ છે. કદાચ એ જ આ સ્થળની સૌથી મોટી સુંદરતા છે જે આપણને યાદ અપાવે છે કે દુનિયાથી કપાઈને આસ્થાની પણ એક અનોખી દુનિયા વસાવી શકાય છે.

અંબાજીમાં શક્તિ-ભક્તિ અને સેવાનો રચાશે સમન્વય, ભાદરવી પૂનમે મા અંબાના દરબારમાં 40 લાખથી વધુ ભક્તો કરશે દર્શન- Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">