AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Legends League 2026 : એશિયન લિજેન્ડ્સ લીગમાં ભારતે પાકિસ્તાનને 2 વિકેટે હરાવ્યું

Asian Legends League 2026 : એશિયન લિજેન્ડસ લીગ 2026ની છઠ્ઠી મેચમાં ઈન્ડિયન રોયલ્સ અને પાકિસ્તાન પેથર્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ 2 વિકેટથી પાકિસ્તાનને હરાવી જીત મેળવી હતી.

Asian Legends League 2026 : એશિયન લિજેન્ડ્સ લીગમાં ભારતે પાકિસ્તાનને 2 વિકેટે હરાવ્યું
| Updated on: Aug 03, 2026 | 10:05 AM
Share

ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી એશિયન લીજેન્ડસ લીગ 2026ની બીજી સીઝનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વખત હાઈ વોલ્ટેજ મેચ જોવા મળી હતી. પૂર્વ દિગ્ગજોથી સજેલી ઈન્ડિયન રોયલ્સની ટીમે પાકિસ્તાન પૈથર્સને ખુબ રોમાંચક મેચમાં 2 વિકેટથી હરાવ્યું હતુ. આ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર ઋષિ ધવન ભારતની જીતની સૌથી મોટો હીરો રહ્યો હતો. ઋષિ ધવને શાનદાર બોલિંગ કરવાની સાથે સાથે એક મેચ વિનિંગ અડધી સદી પણ ફટકારી હતી.

પાકિસ્તાન પેન્થર્સના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી

ઇન્ડિયન રોયલ્સના કેપ્ટન નમન ઓઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન પેન્થર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી કેપ્ટન ઇમરાન નઝીર સૌથી આક્રમક રહ્યો, તેણે 29 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા. તો ઈબરાર હુસેને 36 બોલમાં 39 રન બનાવ્યા હતા. તૌફીક ઉમરે 23 બોલમાં 39 રનની ઈનિગ્સ રમી હતી. ઈન્ડિયન રોયલ્સ તરફથી શાદાબ જકાતી અને સુબોધ ભાટીએ 2-2 વિકેટ લીધી હતી. મનપ્રીત ગોની અને ઋષિ ધવનને 1-1 સફળતા મળી હતી.

ઋષિ ધવને મેચ વિનિગ્સ ઈનિગ્સ રમી

168 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈન્ડિયન રોયલ્સની શરુઆતના ઝટકા સાથે થઈ હતી. કેપ્ટન નમન ઓઝા માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. તો અસદ પઠાણ પણ 9 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ બેટિંગ સંભાળી અને 17.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવી ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. આ દરમિયાન ઓલરાઉન્ડર ઋષિ ધવને શાનદાર બેટિંગ કરતા 32 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 50 રનની મેચ ઈનિગ્સ રમી હતી.

સતત બીજી હારનો સામનો

બેટ અને બોલમાં ધમાલ મચાવનાર સુબોધ ભાટીએ 29 બોલમાં 3 ચોગ્ગા અને 4 ચોગ્ગા ફટકારી તાબડતોડ 46 રનની ઈનિગ્સ રમી હતી. અભિષેક જલોટાએ 19 બોલમાં 30 રનનું યોગદાન આપ્યું હતુ. ત્યારબાદ અનરીત સિંહે 4 બોલમાં અણનમ 12 રન બનાવી ટીમને જીત અપાવી હતી. આ લીગની શરુઆત 30 જુલાઈથી થઈ હતી. ખિતાબી મેચ 10 ઓગસ્ટના રોજ રમાશે. ભારતીય ટીમે પોતાના અભિયાનની શરુઆત બાંગ્લાદેશ ટાઈગર્સને 19 રનથી હરાવી કરી હતી. હવે પાકિસ્તાન પર જીત નોંધાવી ટૂર્નામેન્ટમાં સતત બીજી સફળતા મેળવી હતી. બીજી બાજુ પાકિસ્તાન પેથર્સને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે.

Breaking News : પહેલા CSK, હવે મુંબઈ ઇન્ડિયન્સ શા માટે ટીમો હાર્દિક પંડ્યાની ટ્રેડ ડીલની ના પાડી રહી છે? અહી ક્લિક કરો

Follow Us
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">