AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: IND vs WI: 1100 બોલમાં કોઈ ન કરી શક્યું તેવો કમાલ, ઇન્દોર T20I માં અભિષેક તોડશે સૂર્યકુમારનો વર્લ્ડ રેકોર્ડ !

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની ત્રીજી T20I મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્મા પાસે મોટો ઇતિહાસ રચવાની તક છે. સૌથી ઝડપી 2000 રન પૂરા કરવા માટે અભિષેકને માત્ર 33 રનની જરૂર છે, જે તેને સૂર્યકુમાર યાદવથી પણ આગળ મૂકી શકે છે.

Breaking news: IND vs WI: 1100 બોલમાં કોઈ ન કરી શક્યું તેવો કમાલ, ઇન્દોર T20I માં અભિષેક તોડશે સૂર્યકુમારનો વર્લ્ડ રેકોર્ડ !
Image Credit source: Tv9Gujarati
| Updated on: Oct 11, 2026 | 5:22 PM
Share

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ત્રીજી T20I મેચ ઇન્દોરમાં રમાવા જઈ રહી છે, જ્યાં અભિષેક શર્મા સામે એક ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક છે. આ તકને ઝડપીને અભિષેક ભારતના પૂર્વ T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ પાછળ છોડી શકે છે. હવે સવાલ એ છે કે આ વર્લ્ડ રેકોર્ડ શું છે? આ રેકોર્ડ T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઓછા બોલમાં 2000 રન પૂરા કરવાનો છે. T20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી કોઈ પણ બેટ્સમેન 1100 થી ઓછા બોલમાં આ મુકામ સુધી પહોંચી શક્યો નથી. જોકે અભિષેક શર્મા પાસે 1100 બોલ પૂરા થાય તે પહેલાં 2000 T20I રન પૂરા કરવા માટે પૂરતો સમય અને બોલ ઉપલબ્ધ છે.

સૂર્યકુમાર યાદવના નામે છે આ વર્લ્ડ રેકોર્ડ

હાલમાં સૌથી ઓછા બોલમાં 2000 T20 ઇન્ટરનેશનલ રન પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે નોંધાયેલો છે. તેમણે 1164 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સૂર્યકુમાર યાદવ પછી આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર એરોન ફિન્ચ આવે છે, જેમણે 1287 બોલમાં 2000 રન પૂરા કર્યા હતા. પરંતુ અભિષેક શર્મા પાસે આ જ સિદ્ધિ 1100 થી પણ ઓછા બોલમાં હાંસલ કરવાનો શાનદાર મોકો છે.

અભિષેક પાસે 1100 થી ઓછા બોલમાં ઇતિહાસ રચવાની તક

ડાબોડી બેટ્સમેન અભિષેક શર્માએ હાલમાં 64 T20I મેચોની 63 ઇનિંગ્સમાં 1967 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 1009 બોલનો સામનો કર્યો છે. મતલબ કે અભિષેક પોતાના 2000 T20I રનથી માત્ર 33 રન દૂર છે અને 1100 બોલની અંદર આ 33 રન બનાવવા માટે તેમની પાસે પૂરા 90 બોલ બચ્યા છે.

સૂર્યકુમારનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે હજુ 154 બોલ બાકી

અભિષેક શર્મા પાસે 1100 થી ઓછા બોલમાં 2000 T20I રન પૂરા કરવા માટે 90 બોલ બાકી છે, જ્યારે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડવા માટે તેમની પાસે હજુ પૂરા 154 બોલ ઉપલબ્ધ છે. અર્થાત ભારતીય ઓપનર પાસે રેકોર્ડ તોડવાની પૂરેપૂરી તક છે. જો તેઓ ઇન્દોરમાં ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચેની ત્રીજી T20I મેચમાં આ સિદ્ધિ હાંસલ કરશે તો અદ્ભુત રહેશે. જો ઇન્દોરમાં ચૂકી પણ જાય, તો પણ 5 T20 મેચોની આ શ્રેણીની બાકીની બે મેચોમાં તેમની પાસે આ રેકોર્ડ પોતાના નામે કરવાનો પૂરતો અવકાશ રહેશે.

Breaking News: ટ્રમ્પનું વાઇલ્ડ કાર્ડ પ્લે- પુતિનના શરણે જઈ રશિયા સાથે કરી ડીઝલ ડીલ, યુક્રેન પર ભીષણ હુમલો કરી જશ્ન મનાવ્યો !

Follow Us
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
g clip-path="url(#clip0_868_265)">