AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: પાંચમી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં થશે મોટા ફેરફાર! વૈભવ સૂર્યવંશી અને કુલદીપ યાદવને મળશે તક?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ 1 નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણી જીતી ચૂકી છે, પરંતુ છેલ્લી મેચમાં જીત સાથે અંત કરવા માગશે. આ માટે ભારતીય પ્લેઇંગ-11માં કેટલાક ફેરફાર થઈ શકે છે. વૈભવ સૂર્યવંશી, આકિબ નબી ડાર અને કુલદીપ યાદવને તક મળવાની શક્યતા છે.

IND vs NZ: પાંચમી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં થશે મોટા ફેરફાર! વૈભવ સૂર્યવંશી અને કુલદીપ યાદવને મળશે તક?
kuldeep & vaibhavImage Credit source: X
| Updated on: Oct 31, 2026 | 10:58 PM
Share

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચમી T20 મેચ રવિવાર, 1 નવેમ્બરના રોજ હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાશે. ભારતીય ટીમે શરૂઆતની ત્રણ મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. જોકે, ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે જીત મેળવી હતી. હવે ટીમ ઈન્ડિયા છેલ્લી મેચ જીતીને શ્રેણીનો અંત કરવા માગશે. આ મેચ માટે ભારતીય પ્લેઇંગ-11માં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.

સંજુને હટાવી વૈભવ સૂર્યવંશીને મોકો મળશે!

યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પાંચમી મેચમાં તક મળી શકે છે. તેણે અગાઉની એક મેચમાં અભિષેક શર્મા સાથે આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ ચોથી મેચમાં તેને સ્થાન મળ્યું નહોતું. બીજી તરફ, સંજુ સેમસનનું પ્રદર્શન આ શ્રેણીમાં અપેક્ષા મુજબ રહ્યું નથી. તેણે ચાર મેચમાં અનુક્રમે 67, 14, 18 અને 4 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં તેને આરામ આપીને વૈભવને તક આપવાની ચર્ચા છે.

પ્રિન્સ યાદવના સ્થાને આકિબ નબીને મળશે તક?

બોલિંગ વિભાગમાં પણ ફેરફાર થઈ શકે છે. ભુવનેશ્વર કુમારે ત્રણ મેચમાં માત્ર એક વિકેટ લીધી છે અને તેનો ઇકોનોમી રેટ પણ ઊંચો રહ્યો છે. બીજી તરફ, અર્શદીપ સિંહ આ શ્રેણીમાં 10થી ઓછા ઇકોનોમી રેટ ધરાવતો એકમાત્ર ભારતીય બોલર છે. પાંચમી મેચમાં પ્રિન્સ યાદવના સ્થાને આકિબ નબી ડારને તક મળી શકે છે.

અક્ષરના સ્થાને કુલદીપ અથવા વરુણને મળી શકે તક

સ્પિન વિભાગમાં અક્ષર પટેલના સ્થાને કુલદીપ યાદવ અથવા વરુણ ચક્રવર્તીને રમાડવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ પાસે આ બંને સ્પિનરોને તક આપવાનો વિકલ્પ છે. શ્રેણી જીતી લીધા બાદ અંતિમ મેચમાં નવા ખેલાડીઓને અજમાવવાની તક પણ મળી શકે છે. જોકે, અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટનો રહેશે.

પાંચમી T20I માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, શિવમ દુબે, કુલદીપ યાદવ/વરુણ ચક્રવર્તી, આકિબ નબી ડાર, મયંક યાદવ, અર્શદીપ સિંહ.

PAK vs SL: ડેબ્યૂના 7 વર્ષ બાદ પહેલી ODI સદી, ફાઇનલમાં પાકિસ્તાન સામે ફટકાર્યા 131 રન

Follow Us
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">