Breaking News : WTC Final પહેલા ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને મોટો ઝટકો, ડેવિડ વોર્નર લેશે સંન્યાસ !
David Warner Retirement: 7થી 11 જૂન, 2023 વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
WTC Final 2023 : 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શરુ થશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નરને (David Warner) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતા વર્ષે ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે.ભારતીય ટીમ સામે સૌથી મોટા મુકાબલા પહેલા વોર્નર એ ક્રિકેટમાં પોતાના ભવિષ્ય અંગેની તસ્વીર સાફ કરી દીધી છે. વોર્નર આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાઈ લેવાની તૈયારીમાં છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની પહેલા જ આ તેનું સૌથી મોટું એલાન છે.
ડેવિડ વોર્નર છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મથી પસાર થઈ રહ્યો છે. વોર્નરના ટેસ્ટ કરિયર પર છેલ્લા કેટલાક સમયથી સવાલ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એ પણ ચર્ચા હતી કે તેને ભારત વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં અને તેના પછી ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ સીરિઝ માટે ટીમમાં લેવામાં આવે કે ના આવે ?
વોર્નર એ જણાવી સંન્યાસની તારીખ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને એશિઝ સીરિઝ માટે વોર્નર ને ઓસ્ટ્રેલિયન ટીમમાં જગ્યા તો મળી ગઈ, પણ હવે પછીનું તેનું ટેસ્ટ ક્રિકેટનું ભવિષ્ય તેના પ્રદર્શન પર નિર્ભર કરતું હતું. પણ વોર્નર એ પોતાના ટેસ્ટ ક્રિકેટનું ભવિષ્ય પોતે જ સાફ કરી દીધું છે. ડાબા હાથના ઓપનર વોર્નર એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે સિડનીમાં જાન્યુઆરી 2024માં પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી ટેસ્ટ મેચ તેના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ હશે.
જણાવી દઈએ કે વોર્નરના ઘરેલૂ મેદાન સિડનીમાં 3 થી 7 જાન્યુઆરી, 2024ના રોજ છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. પાકિસ્તાનની ટીમ ડિસેમ્બર-જાન્યુઆરી 2024માં ત્રણ મેચની ટેસ્ટ સિરિઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.
ટેસ્ટ ક્રિકેટમાં ડેવિડ વોર્નરનો રેકોર્ડ
- વર્ષ – 2011-23
- મેચ – 103
- ઈનિંગ – 187
- નોટ આઉટ – 8
- રન – 8158*
- બેસ્ટ સ્કોર – 335*
- એવરેજ – 45.57
- બોલનો સામનો કર્યો – 11,484 બોલ
- સ્ટ્રાઈક રેટ – 71.03
- સેન્ચુરી – 25
- ફિફટી – 34
- ડક – 12
- ચોગ્ગા – 962
- સિક્સર – 64
વોર્નરનો ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં કેવો રહ્યો રેકોર્ડ ?
2011થી 2020ની વચ્ચે ડેવિડ વોર્નર ભારતીય ટીમ સામે 20 ટેસ્ટ મેચ રમી છે જેમાં 37 ઈનિંગમાં તેણે 1174 રન બનાવ્યા છે. તેણે કુલ 100 સેન્ચુરી અને 3 ફિફટી ફટકારી છે.તે ભારતીય ટીમ સામે 2 વાર ડક પર આઉટ થયો છે.