ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નરે લીધું ‘પુષ્પા રૂપ’, ફોટો જોઈને લોકોએ કહ્યું- પહેલા સ્ટ્રાઈક રેટ સુધારો
David Warner Funny Video : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નરે હાલમાં જ પોતાના ફેવરિટ સુપરસ્ટાર અલ્લુ અર્જુનથી પ્રેરિત ફોટા શેર કર્યા છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
જ્યારે પણ IPL થાય છે ત્યારે ક્રિકેટ અને ગ્લેમરનો અલગ જ સંગમ જોવા મળે છે. ફિલ્મ સ્ટાર્સ પોતાની ટીમને સપોર્ટ કરવા મેદાનમાં જોવા મળે છે. બીજી તરફ આવા ઘણા ક્રિકેટરો છે જે સ્ટાર્સ સાથે જાહેરાતોમાં જોવા મળે છે. ઘણા એવા વિદેશી સ્ટાર ક્રિકેટર્સ છે. જેઓ ઘણા વર્ષોથી ભારતમાં ક્રિકેટ રમવાના કારણે અહીંના વાતાવરણથી વાકેફ થયા છે. આમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નરનું નામ છે.
આ પણ વાંચો : IPL 2023: દિલ્હી કેપિટલ્સની આઇપીએલની આ સીઝનની પ્રથમ જીતમાં ડેવિડ વોર્નરે રચ્યો ઇતિહાસ, રોહિત શર્માને છોડયો પાછળ
ડેવિડ વોર્નર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ ક્રિકેટરોમાંથી એક છે. જ્યાં એક તરફ તે પોતાની ધમાકેદાર બેટિંગથી ચાહકોના હોશ ઉડાવે છે તો બીજી તરફ તે સોશિયલ મીડિયા પર ફની વીડિયો મૂકીને ફેન્સનું મનોરંજન કરતો રહે છે. ડેવિડ વોર્નરને સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે ખાસ લગાવ છે. એટલા માટે તેણે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને પોતાનો પુષ્પા લુક બતાવ્યો છે.
ડેવિડ વોર્નરની રમુજી પોસ્ટ
View this post on Instagram
ડેવિડ વોર્નરના ફેન્સ હંમેશા ડેવિડ વોર્નરની આવી ફની પોસ્ટની રાહ જોતા હોય છે. ક્રિકેટરે હવે ચાહકોની રાહનો અંત લાવ્યો છે અને પુષ્પા 2 માં અલ્લુ અર્જુનના લુકથી પ્રેરિત ફોટો શેર કર્યો છે, જેમાં તમે તેના લુકને જોતાં જ રહી જશો. ડેવિડ વોર્નરનો આ બ્લેક લૂક ખૂબ જ અનોખો અને ફની છે. ડેવિડે આ એડ સાથે ક્રેડ એપનો પ્રચાર પણ કર્યો છે.
View this post on Instagram
ફેન્સ ડેવિડના વખાણ કરી રહ્યા છે
ડેવિડની આ પોસ્ટ પર ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો તેની કોમિક સેન્સના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો IPLમાં તેના અત્યાર સુધીના પ્રદર્શન માટે તેને ટોણા મારતા જોવા મળી રહ્યા છે. ડેવિડના લુક પર કોમેન્ટ્સ કરતા એક વ્યક્તિએ કહ્યું- ડેવિડ પુષ્પા. અન્ય એક વ્યક્તિએ લખ્યું – પુષ્પા 2 માં તમારો કેમિયો હોવો જોઈએ. આ સિવાય અન્ય એક વ્યક્તિએ કહ્યું- સર, હૈદરાબાદ આવો અને આ ફિલ્મમાં કેમિયો કરો. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ડેવિડ વોર્નર પોતાના એડિટેડ ફની વીડિયો દ્વારા ફેન્સનું મનોરંજન કરતો જોવા મળે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…