Asian Games 2026માં ભારતની ગોલ્ડ મેડલ અહી મફતમાં લાઈવ જોઈ શકશો
IND-W vs SL-W Final : ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં આમને સામને આવશે. આ સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બ્રોન્ઝ મેડલ મેચ રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતી પોતાને નામ ગોલ્ડ મેડલ કરવા માંગશે.

એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની ફાઈનલમાં પહોંચી ચૂકી છે. ટીમ ઈન્ડિયાને મેડલ આ ટૂર્નામેન્ટમાં પાક્કું થયું છે. પરંતુ હવે ભારતની નજર ગોલ્ડ મેડલ જીતવા પર છે. ભારતનો મુકાબલો ફાઈનલમાં શ્રીલંકા સામે થશે. તો ચાલો જાણીએ તમે ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમની ફાઈનલ મેચ ક્યાં ક્યારે લાઈવ જોઈ શકશો.
ભારતે સેમિફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી
એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટ ટીમમાં ભારતનો મેડલ પાક્કો છે. ભારતીય ટીમે સેમિફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી 4 વિકેટ પર 195 રનનો મોટો સ્કોર કર્યો હતો. શેફાલી વર્માએ 49 બોલમાં તાબડતોડ ઈનિગ્સ રમી 100 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 81 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ રીતે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 114 રનથી જીત મેળવી છે.ફાઇનલમાં જીતનારી ટીમને ગોલ્ડ મેડલ મળશે. જ્યારે રનર અપને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે.
View this post on Instagram
ક્યારે અને ક્યાં રમાશે ભારતની ગોલ્ડ મેડલ મેચ
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયન ગેમ્સ 2026 મહિલા ક્રિકેટ ટીમની આ હાઈવોલ્ટેજ મેચ મંગળવાર 22 સપ્ટેમ્બરના રોજ જાપાનમાં રમાશે. ભારતીય ટીમ અનુસાર આ મેચ સવારે 10:30 કલાકે શરુ થશે. જ્યારે મેચ માટે ટોસ અડધી કલાક પહેલા એટલે કે, સવારે 10:00 કલાકે થશે.
ગોલ્ડ મેડલ મેચ ક્યાં લાઈવ જોઈ શકશો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ગોલ્ડ મેડલ મેચ તમે ટીવી પર સોની સ્પોર્ટસ નેટવર્કની ચેનલ પર જોઈ શકશો. તેમજ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર જોઈ શકો છો. આ સિવાય ડીડી સ્પોર્ટ્સ પર તમે મફતમાં ગોલ્ડ મેડલ મેચ જોઈ શકશો. એશિયન ગેમ્સ 2026ના તમામ સમાચાર તમે ટીવી 9 ગુજરાતી વેબસાઈટ પર વાંચી શકો છો.
ભારતીય મહિલા ટીમઃ શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, ગુનાલન કમલિની, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટીલ, શ્રી ચરાણી, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ, રાધા યાદવ.
