Breaking News: ICC એ સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને ફટકાર્યો દંડ, રૌફ પર 2 મેચનો પ્રતિબંધ
એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચોમાં ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની ઘટના બની હતી. ઘણા ખેલાડીઓએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે ICC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાનના હરિસ રૌફ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો જ્યારે ભારતના સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને દંડ ફટકારવામાં આવ્યો છે.

ICC એ એશિયા કપ 2025 દરમિયાન આચારસંહિતાના વિવિધ ઉલ્લંઘનમાં સંડોવાયેલા ખેલાડીઓ સામે કાર્યવાહી કરી છે. આ ઘટનાઓ સપ્ટેમ્બર 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચો સાથે સંબંધિત છે. ICC એ આ ઉલ્લંઘનોને ગંભીરતાથી લીધા છે અને દંડ, ચેતવણી અને પ્રતિબંધ જેવા દંડ લાદ્યા છે, જે રમતની ગરિમા જાળવવા તરફ એક મોટું પગલું છે. હરિસ રૌફ, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓએ સજાનો સામનો કરવો પડ્યો છે.
ICC દ્વારા સજા ફટકારવામાં આવી
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફને એશિયા કપ દરમિયાન ICC આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ICC દ્વારા સૌથી ભારે સજા ફટકારવામાં આવી છે. રૌફને બે અલગ-અલગ ઘટનાઓ માટે તેની મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે અને દરેક ઘટના માટે બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા છે.
હરિસ રૌફ પર બે મેચનો પ્રતિબંધ
આનો અર્થ એ થયો કે રૌફે 24 મહિનાના સમયગાળામાં કુલ ચાર ડિમેરિટ પોઈન્ટ એકઠા કર્યા છે, જેના પરિણામે તેના પર બે આંતરરાષ્ટ્રીય મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે 4 અને 6 નવેમ્બર, 2025 ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની ODI મેચમાં રમવા માટે પાત્ર રહેશે નહીં.
ICC announces decision on Asia Cup incident!
• Haris Rauf – 30% fine, 2 demerit points & banned for 2 matches. • Suryakumar Yadav – 30% fine & 2 demerit points. • Sahibzada Farhan – Warning & 1 demerit point. • Jasprit Bumrah – Warning & 1 demerit point. pic.twitter.com/qRZ8MKjoAk
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 4, 2025
સૂર્યકુમાર યાદવને મેચ ફીના 30 ટકા દંડ
બંને ટીમો વચ્ચે પહેલી મેચ 14 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. મેચ રેફરી રિચી રિચાર્ડસનએ સૂર્યકુમાર યાદવને આચારસંહિતાના કલમ 2.21 હેઠળ દોષિત ઠેરવ્યો હતો, જેના પરિણામે તેની મેચ ફીના 30 ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ ફટકારવામાં આવ્યા હતા. પાકિસ્તાનના સાહિબજાદા ફરહાનને પણ આ જ કલમનું ઉલ્લંઘન કરવા બદલ સત્તાવાર ચેતવણી જારી કરવામાં આવી હતી, જેમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો હતો.
અર્શદીપ સિંહ દોષમુક્ત જાહેર
દરમિયાન, ફાસ્ટ બોલર હરિસ રૌફને પણ કલમ 2.21 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેમની સજામાં તેમની મેચ ફીમાંથી 30 ટકા કાપ અને બે ડિમેરિટ પોઈન્ટનો સમાવેશ થતો હતો. બીજી મેચ માટે રેફરી એન્ડી પાયક્રોફ્ટ હતા. તેમણે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને દોષમુક્ત જાહેર કર્યો. અર્શદીપના પર કલમ 2.6 હેઠળ અપમાનજનક હાવભાવ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જસપ્રીત બુમરાહને ડિમેરિટ પોઈન્ટ મળ્યો
અંતિમ મેચ માટે ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહએ કલમ 2.21 હેઠળ દોષિત ઠેરવ્યો હતો. તેને ઉજવણી કરવા બદલ સત્તાવાર ચેતવણી અને એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો. જોકે, ફાઈનલમાં હરિસ રૌફને પણ કલમ 2.21નું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. સુનાવણી બાદ, તેને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો અને બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મેચ ફિક્સિંગ દ્વારા દેશની બદનામી કરનાર ખેલાડીને હવે કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો
