AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 સીરિઝમાં રિષભ પંતની ઓપનિંગને લઇને બેટિંગ કોચે આપ્યું નિવેદન

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી20 સીરિઝની શરૂઆત 16 ફેબ્રુઆરીએ બુધવારથી થશે. તમામ ત્રણેય મેચ કોલકાતાના ઇડન ગાર્ડન મેદાન પર રમાશે. આ તમામ મચે સ્ટેડિયમમાં બંધ બારણે રમાશે. એક પણ દર્શક મેચ જોવા સ્ટેડિયમમાં પ્રવેશી નહીં શકે.

વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 સીરિઝમાં રિષભ પંતની ઓપનિંગને લઇને બેટિંગ કોચે આપ્યું નિવેદન
Rishabh Pant (PC: TV9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 6:58 PM
Share

હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝ (West Indies Cricket) સામે પુરી થયેલી વન-ડે સીરિઝ (INDvWI) સમયે એક મેચમાં ભારતીય ટીમે (Team India) એક પ્રયોગ કરતા રિષભ પંત (Rishabh Pant) પાસેથી ઇનિંગની શરૂઆત કરાવવામાં આવી હતી. જોકે આ પ્રયોગ સફળ રહ્યો ન હતો. તેમ છતાં કેટલાક લોકોએ તેને સારો પ્રયોગ ગણાવ્યો હતો. બુધવારથી શરૂ થઇ રહેલ ટી20 સીરિઝ પહેલા બેટિંગ કોચ વિક્રમ રાઠોરે પણ પંત પાસેથી ફરીથી ઇનિંગ શરૂ કરવાને લઇને નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ટીમે હજુ સુધી નક્કી નથી કર્યું કે તે રિષભ પંત પાસેથી ઓપનિંગ કરાવવાનો પ્રયોગ ટી20 સીરિઝમાં પણ ચાલુ રાખશે કે નહીં.

વેસ્ટ ઇન્ડિઝ ટીમ સામે બીજી વન-ડેમાં રિષભ પંતે ઇનિંગની શરૂઆત કરી હતી અને તેણે 18 રન બનાવ્યા હતા. જોકે અંતિમ વન-ડેમાં શિખર ધવને વાપસી કરી હતી અને તે ફરીથી મધ્યમક્રમમાં બેટિંગ કરવા માટે ઉતર્યો હતો.

જાણો, વિક્રમ રાઠોરે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું… સોમવારે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નનો જવાબ આપતા વિક્રમ રાઠોડે કહ્યું કે, “અમે ખરેખર હજુ સુધી આ અંગે કઇ નક્કી નથી કર્યું. અમારી પાસે હજુ પણ કેટલાક દિવસો બાકી છે. અહીં, અમે આજથી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી છે. એકવાર અમને વિકેટ અને પિચ કેવી છે તેનો ખ્યાલ આવે ત્યારબાદ અમે તેના પર કઇક વિચાર કરીશું. લોકેશ રાહુલ બહાર છે. અમારી પાસે જે વિકલ્પમાં જોઇએ તો ઇશાન કિશન, રૂતુરાજ ગાયકવાડ છે.”

વિક્રમ રાઠૌરે એ પણ કહ્યું કે રિષભ પંતને ટીમની જરૂરીયાત ધ્યાનમાં રાખતા અત્યારે મધ્યમક્રમમાં જ બેટિંગ કરવા માટે બરોબર છે. તેણે વધુમાં કહ્યું કે, “અમારી પાસે વિકલ્પ છે. રિષભ પંત એક શાનદાર ખેલાડી છે, તે સારા ક્રમમાં શાનદાર ક્રિકેટ રમી શકે છે. પણ ટીમને શું જોઇએ છે તે તેના પર નિર્ભર કરે છે અને અમે શું જોઇ રહ્યા છીએ. મને જરા પણ શંકા નથી કે તે 2023 પછી પણ ટીમમાં હશે અને અમે મધ્યમક્રમ અને નીચેના ક્રમમાં તેનો સારો ઉપયોગ કરી શકીએ છીએ.”

તમને જણાવી દઇએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે સીરિઝમાં વેસ્ટ ઇન્ડિઝનું ક્લિન સ્વિપ કર્યા બાદ ભારતીય ટીમ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ત્રણ મેચની ટી20 સીરિઝ રમવા માટે પહોંચી છે અને સીરિઝની પહેલી મેચ 16 ફેબ્રુઆરીએ બુધવારે રમાશે.

આ પણ વાંચો : ICC પ્લેયર ઓફ ધ મંથ માટે આફ્રિકાના આ ખેલાડીએ એવોર્ડ જીત્યો

આ પણ વાંચો : IPL 2022 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ ટીમે સુરેશ રૈનાને આપ્યું ખાસ ટ્રિબ્યુટ

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">