AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ ટીમે સુરેશ રૈનાને આપ્યું ખાસ ટ્રિબ્યુટ

આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં 10 માંથી એક પણ ટીમે સુરેશ રૈનાને ખરીદવા માટે રસ દાખવ્યો નહીં. સુરેશ રૈનાની બેઝ પ્રાઇઝ 2 કરોડની હતી.

IPL 2022 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ ટીમે સુરેશ રૈનાને આપ્યું ખાસ ટ્રિબ્યુટ
Suresh Raina (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 6:18 PM
Share

આઈપીએલના દિગ્ગજ ખેલાડી સુરેશ રૈના (Suresh Raina)ને આઈપીએલ 2022 (IPL 2022)ની હરાજીમાં એક પણ ટીમે સુરેશ રૈનાને ખરીદવા માટે રસ દાખવ્યો ન હતો. આમ તે આ મેગા હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. આવુ પહેલીવાર બન્યું જ્યારે સુરેશ રૈનાને એક પણ ટીમે ખરીદ્યો નહીં. અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે સુરેશ રૈનાને ખાસ ટ્રિબ્યુટ આપ્યું હતું.

સુરેશ રૈનાની બેઝ પ્રાઈઝ આઈપીએલ ઓક્શનમાં 2 કરોડની હતી. જોકે 10માંથી એક પણ ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદવા માટે રસ દાખવ્યો નહીં. ત્યાર સુધી કે તેની જુની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે પણ તેના માટે બોલી લગાવી નહીં.

ચેન્નઈ સુપર કિંગ્સે સુરેશ રૈનાને ખાસ અંદાજમાં ટ્રિબ્યુટ આપ્યું

હવે ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ચિન્ના થાલાને એક ટ્રિબ્યુટ આપ્યું છે. ચેન્નઈ ટીમે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટીમ માટે વર્ષોથી રમી રહેલ સુરેશ રૈનાનો આભાર માન્યો હતો. ટીમે પોસ્ટ કરતા લખ્યું કે, “પીળી જર્સીમાં ઘણી બધી સારી યાદો માટે સુપર થેંક્સ ચિન્ના થાલા.”

તમને જણાવી દઇએ કે સુરેશ રૈના પોતાની આઈપીએલ કારકિર્દીમાં માત્ર બે જ ટીમ માટે રમ્યો છે. તે 11મી સિઝન સુધી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો અને બે વર્ષ માટે ગુજરાત લાયન્સ ટીમ માટે રમ્યો હતો. કોરોનાના કારણે તેણે 2020ની સિઝનમાં પોતાનું નામ પરત ખેચી લીધું હતું. જોકે તે 2021ની સિઝનમાં પરત ફર્યો હતો પણ તેણે તે સિઝનમાં ખાસ પ્રદર્શન કર્યું ન હતું અને સિઝન દરમ્યાન 17.77ની એવરેજથી માત્ર 160 રન જ કર્યા હતા.

IPLની કારકિર્દી દરમ્યાન તેણે 32.51ની એવરેજથી કુલ 5,528 રન નોંધાવ્યા છે. આ IPLની કારકિર્દી દરમ્યાન તેણે એક સદી અને 39 અડધી સદી ફટકારી છે. સુરેશ રૈનાની આઈપીએલની કારકિર્દીની વાત કરીએ તો અત્યાર સુધી તેણે કુલ 205 મેચ રમી છે. જેમાં 30 વાર નોટઆઉટ રહ્યો છે તો 5,528 રન 32.51ની એવરેજથી નોંધાવ્યા છે. જેમાં 506 ચોગ્ગા અને 203 છગ્ગા ફટકાર્યા છે.

આ પણ વાંચો : IPL 2022 Auction: જોફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડમાં કેમ ખરીદ્યો, આકાશ અંબાણીએ જવાબ આપ્યો

આ પણ વાંચો : IPL 2022: પંડ્યા બ્રધર્સ મુંબઈથી અલગ થયા તો ડુ પ્લેસિસે ચેન્નાઈ છોડ્યુ, આ છે ઓક્શનની ‘બ્રેકઅપ સ્ટોરીઝ’, જુઓ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">