AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC પ્લેયર ઓફ ધ મંથ માટે આફ્રિકાના આ ખેલાડીએ એવોર્ડ જીત્યો

ICC મહિલા ક્રિકેટર ઓફ ધ મંથમાં ઇંગ્લેન્ડની સુકાની હીથર નાઇટ વિજેતા બની. ઓસ્ટ્રેલિયા સામેની એક માત્ર એશિઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં તેણે જબરદસ્ત બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને અણનમ 168 રનની ઇનિંગ રમી હતી.

ICC પ્લેયર ઓફ ધ મંથ માટે આફ્રિકાના આ ખેલાડીએ એવોર્ડ જીત્યો
South African Player Keegan Petersen
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 6:21 PM
Share

ભારત સામે ગત મહિને રમાયેલ સીરિઝમાં સાઉથ આફ્રિકા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાની આ શાનદાર જીતમાં મહત્વની ભુમિકા ભજવનાર કીગન પીટરસન (Keegan Petersen) ને જાન્યુઆરી મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ (ICC Player of the Month) માટે પસંદગી થઇ છે. પીટરસનની સાથે તેના અંડર-19 ટીમના સાથી ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ અને બાંગ્લાદેશના ફાસ્ટ બોલર એબાદત હોસૈનનું નામ પણ નોમિનેટ થયું હતું. જોકે આ બંને ખેલાડીઓને માત આપીને કીગન પીટરસને બાઝી મારી હતી.

સાઉથ આફ્રિકા માટે ભારત સામે હાલમાં જ પુરી થયેલી સ્થાનિક સીરિઝમાં પીટરસને શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાની ટીમને 0-1થી પાછળ રહ્યા બાદ 2-1થી સીરિઝ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. તેમે સીરિઝમાં સૌથી વધુ રન કરનાર પહેલો ખેલાડી રહ્યો હતો.

નંબર-3 પર બેટિંગ કરતી વખતે પીટરસને ઘણી શાનદાર ઇનિંગ રમી હતી અને પોતાની ટીમ માટે એક છેડા પર બેટિંગ કરીને રન બનાવતો રહ્યો હતો. પીટરસને અંતિમ બે મેચમાં 61ની એવરેજથી 244 રન કર્યા હતા અને આ સમયે અંતિમ મેચમાં ચોથી ઇનિંગમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગની મદદથી સાઉથ આફ્રિકાએ 7 વિકેટે જીત મેળવી હતી અને સીરિઝ 2-1થી જીતી લીધી હતી.

મહિલા ક્રિકેટની કેટેગરીમાં ઇંગ્લેન્ડ ટીમની સુકાની હીથર નાઇટ (Heather Knight) વિજેતા બની હતી. ઓસ્ટ્રેલિયા સામેની એક માત્ર એશિઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં તેણે જબરદસ્ત બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને અણનમ 168 રનની ઇનિંગ રમી હતી. મહિલા ક્રિકેટની વાત કરીએ તો કોઇ પણ મહિલા સુકાની તરીકે આ તેની બીજી સૌથી વધુ રનની ઇનિંગ હતી.

આ ટેસ્ટમાં બંને ઇનિંગમાં તેણે કુલ 216 રન નોંધાવ્યા હતા અને તેની શાનદાર બેટિંગની મદદથી ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને એક માત્ર ટેસ્ટ મેચમાં મજબુત ટક્કર આપી હતી. અંતમાં અંતિમ વિકેટ બચાવીને ઇંગ્લેન્ડ ટીમે આ મેચ ડ્રો કરી હતી.

આ પણ વાંચો : Indian Women’s Cricket Team : ન્યૂઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ બદલાયું, કોરોનાના ખતરાને કારણે લેવા પડ્યા પગલાં

આ પણ વાંચો : IPL 2022 Auction: જોફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડમાં કેમ ખરીદ્યો, આકાશ અંબાણીએ જવાબ આપ્યો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">