AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN Weather Update: શું પહેલી જ મેચ થશે રદ્દ? શું બાંગ્લાદેશ સામેની સિરિઝની વરસાદથી થશે શરુઆત!

ભારતીય ક્રિકેટની આખી ટીમ હાલમાં વન ડે અને ટેસ્ટ સિરિઝ માટે બાંગ્લાદેશ પહોંચી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી વન ડે મેચ રવિવારના રોજ બાંગ્લાદેશના મીરપુરમાં રમાશે. ચાલો જાણીએ આ મેચ દરમિયાન હવામાન કેવુ રહેશે.

IND vs BAN Weather Update: શું પહેલી જ મેચ થશે રદ્દ? શું બાંગ્લાદેશ સામેની સિરિઝની વરસાદથી થશે શરુઆત!
ban vs ind weather updateImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 9:43 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી છે. છેલ્લા દિવસોમાં ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસના સમયે વરસાદને કારણે મેચની મજા ખરાબ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ પ્રવાસ સમયે ટી20 સિરિઝ અને પછી વન ડે સિરિઝમાં કુલ 4 મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. ટી20 સિરિઝમાં ભારતીય ટીમે 1-0થી જ્યારે વન ડે સિરિઝમાં ભારતીય ટીમે 0-1થી સિરિઝ ગુમાવી છે. ભારતીય ક્રિકેટની આખી ટીમ હાલમાં વન ડે અને ટેસ્ટ સિરિઝ માટે બાંગ્લાદેશ પહોંચી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી વન ડે મેચ રવિવારના રોજ બાંગ્લાદેશના મીરપુરમાં રમાશે. ચાલો જાણીએ આ મેચ દરમિયાન હવામાન કેવુ રહેશે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસને જોઈને દરેક ક્રિકેટ ફેન્સને પ્રશ્ન છે કે શું બાંગ્લાદેશમાં પર વરસાદને કારણે સીરીઝને ગ્રહણ લાગશે ? બાંગ્લાદેશના મીરપુરના હવામાનને લઈને ક્રિકેટ ફેન્સમાં ડરનો માહોલ છે. તે બધા વચ્ચે ફેન્સ અને બંને ટીમો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મીરપુરમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ફેન્સ સારી રીતે આ મેચનો આનંદ લઈ શકશે.

કાલથી વન ડે સીરીઝનો પ્રારંભ

કાલે 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશ સામેની વન ડે સિરિઝની શરુઆત થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચ સવારે 11:30 કલાકે શરુ થશે અને ટોસ 11 કલાકે થશે. આ મેચ ઢાકાના શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં થશે. આ સ્ટેડિયમને મીરપુર સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે.

પ્રથમ વન ડેનો પીચ રિપોર્ટ

ઢાંકાના શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં મેચના પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 241 હોય છે અને બીજા દાવમાં તે ઘટીને 197 થાય છે. જો કે પિચ સામાન્ય રીતે બેટ્સમેન માટે છે. ઢાકાની પીચ ઐતિહાસિક રીતે ખૂબ જ સ્પિન-ફ્રેન્ડલી સપાટી ધરાવે છે.

ભારતીય ક્રિકેટ ટીમની તૈયારી

આ સિરીઝની શરુઆત પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી બોલર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત હોવાથી સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ શમીના વિકલ્પ તરીકે કોણ રમશે તે પણ જાહેર કરી દીધું છે. તેમની જગ્યાએ ફાસ્ટ બોલર ઉમરાન મલિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ બેટસમેનની ટીમ પાસે તો જગ્યા છે પરંતુ ભારતીય બોલરની પાસે વધુ અનુભવ નથી. પરંતુ જોવાનું એ રહેશે કે, કેપ્ટન રોહિત શર્મા કઈ રીતે ટીમના બોલરો પાસે કામ કરાવે છે.

રોહિત પર રહેશે નજર

આઈસીસી ટી20 વર્લ્ડકપ બાદ હવે ટીમનું ધ્યાન આગામી વર્ષે ભારતમાં રમાનારા વનડે વર્લ્ડકપ પર છે. ત્યારે કેપ્ટન રોહિત શર્માનો રોલ આ સિરીઝમાં ખુબ મહત્વનો છે કારણ કે, આ સિરીઝ ભારતીય ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપ અભિયાનની તૈયારી શરુ થઈ શકે છે. રોહિત ખુદ સારા ફોર્મમાં નથી અને વનડે સિરીઝમાંથી તે પોતાના ફોર્મમાં વાપસી કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">