AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs BAN 1st ODI Match Live Streaming: ક્યારે ક્યાં જોઈ શકશો પ્રથમ વનડે મેચ, જાણો

Watch India vs Bangladesh Match Live: ભારત અને બાંગ્લાદેશ (India Vs Bangladesh)વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની શરુઆત રવિવારથી થઈ રહી છે.

IND Vs BAN 1st ODI Match Live Streaming: ક્યારે ક્યાં જોઈ શકશો પ્રથમ વનડે મેચ, જાણો
ભારતીય ક્રિકેટ ટીમને ન્યુઝીલેન્ડમાં ત્રણ મેચની વનડે સિરીઝImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 4:14 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમને ન્યુઝીલેન્ડમાં ત્રણ મેચની વનડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ન્યુઝીલેન્ડ બાદ ભારતીય ટીમની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે જ્યાં ભારતને ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. આ સિરીઝમાં ભારતીય ટીમના અનેક ખેલાડીઓ ટીમમાં સામેલ છે. આઈસીસી ટી20 વર્લ્ડકપ-2022 બાદ ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી,કે.એલ રાહુલે બ્રેક લીધો હતો. હવે આ ત્રણેય ખેલાડી બાંગ્લાદેશ વિરુદ્ધ રમતા જોવા મળશે.

આ સિરીઝની શરુઆત પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી બોલર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત હોવાથી સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ શમીના વિકલ્પ તરીકે કોણ રમશે તે પણ જાહેર કરી દીધું છે. તેમની જગ્યાએ ફાસ્ટ બોલર ઉમરાન મલિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ બેટસમેનની ટીમ પાસે તો જગ્યા છે પરંતુ ભારતીય બોલરની પાસે વધુ અનુભવ નથી. પરંતુ જોવાનું એ રહેશે કે, કેપ્ટન રોહિત શર્મા કઈ રીતે ટીમના બોલરો પાસે કામ કરાવે છે.

રોહિત પર રહેશે નજર

આઈસીસી ટી20 વર્લ્ડકપ બાદ હવે ટીમનું ધ્યાન આગામી વર્ષે ભારતમાં રમાનારા વનડે વર્લ્ડકપ પર છે. ત્યારે કેપ્ટન રોહિત શર્માનો રોલ આ સિરીઝમાં ખુબ મહત્વનો છે કારણ કે, આ સિરીઝ ભારતીય ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપ અભિયાનની તૈયારી શરુ થઈ શકે છે. રોહિત ખુદ સારા ફોર્મમાં નથી અને વનડે સિરીઝમાંથી તે પોતાના ફોર્મમાં વાપસી કરી શકે છે.

ભારત અને બાંગ્લાદેશ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ

ક્યારે રમાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે રવિવાર 4 ડિસેમ્બરના રોજ રમાશે.

ક્યાં રમાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ ઢાંકાના શેર-એ-બંગાલા સ્ટેડિયમમાં રમાશે.

ક્યારે શરુ થશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચ સવારે 11:30 કલાકે શરુ થશે અને ટોસ 11 કલાકે થશે.

ક્યાં જોઈ શકશો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચ સોની સ્પોર્ટસ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

ક્યાં જોઈ શકશો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Sony LIV પર જોઈ શકાશે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">