AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023 : સેમિફાઇનલમાં પાકિસ્તાન 75 રનમાં સમેટાયું, ફાઇનલમાં ભારતનો મુકાબલો આ ટીમ સાથે થશે

ચીનમાં આયોજિત એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયાનો મેડલ પહેલેથી જ નિશ્ચિત છે. ટીમ ઈન્ડિયાને હવે શ્રીલંકા સામે ફાઈનલ મેચ રમવાની છે, પાકિસ્તાનની ટીમ પોતાની સેમીફાઈનલ મેચમાં ખરાબ રીતે હારી ગઈ છે.

Asian Games 2023 : સેમિફાઇનલમાં પાકિસ્તાન 75 રનમાં સમેટાયું, ફાઇનલમાં ભારતનો મુકાબલો આ ટીમ સાથે થશે
Asian Games 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 11:58 PM
Share

એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં ફાઈનલ રમશે અને હવે એ પણ નક્કી થઈ ગયું છે કે ગોલ્ડ મેડલની મેચમાં કઈ ટીમ તેનો સામનો કરશે. શ્રીલંકા (Sri Lanka) એ મહિલા ક્રિકેટની બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. હવે ગોલ્ડ મેડલ માટેનો મુકાબલો ભારત (Team India) અને શ્રીલંકા વચ્ચે સોમવારે રમાશે.

સેમિફાઈનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું

સેમિફાઈનલમાં પાકિસ્તાનની ટીમ માત્ર 75 રન બનાવી શકી હતી, જ્યારે શ્રીલંકાએ આ ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. 20 ઓવરની આ મેચમાં શ્રીલંકાએ 6 વિકેટે જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.જો પાકિસ્તાનની વાત કરીએ તો તે 20 ઓવરમાં માત્ર 75 રન બનાવી શક્યું, પાકિસ્તાન તરફથી શવાલ ઝુલ્ફિકરે સૌથી વધુ 16 રન બનાવ્યા, જ્યારે માત્ર 3 ખેલાડીઓ જ ડબલ ફિગરને સ્પર્શી શકી હતી. જો આપણે શ્રીલંકાની વાત કરીએ તો તેમણે 17મી ઓવરમાં જ જીત મેળવીને કમાલ કર્યો અને મેડલ નિશ્ચિત કર્યો હતો.

ક્રિકેટમાંથી ભારત માટે મેડલ નિશ્ચિત

હવે સોમવારે ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલની મેચો યોજાવાની છે. ભારત અને શ્રીલંકા ગોલ્ડ મેડલ મેચમાં ટકરાશે જ્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન બ્રોન્ઝ મેડલ મેચમાં ટકરાશે. મતલબ કે એશિયન ગેમ્સમાં ક્રિકેટમાંથી ભારત માટે મેડલ નિશ્ચિત છે અને એવી અપેક્ષા રાખવામાં આવશે કે ટીમ ઈન્ડિયા ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીતે.

આ પણ વાંચો : IND vs AUS : ભારતની જીત પર ચાહકોએ સોશિયલ મીડિયા પર કાંગારૂ ટીમની મજા લીધી, મીમ્સ થયા વાયરલ

ભારત-શ્રીલંકા ફાઇનલ ક્યારે થશે?

એશિયન ગેમ્સ 2023ની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે એક મેચ જીતીને ફાઇનલમાં સીધું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ ક્વાર્ટર ફાઈનલથી સીધી શરૂઆત કરી હતી, જ્યારે સેમિફાઈનલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને ખૂબ જ સરળતાથી હરાવ્યું હતું. હવે ફાઇનલમાં ભારત અને શ્રીલંકાની ટીમો સામસામે ટકરાશે, આ મેચ ભારતીય સમય અનુસાર સોમવારે સવારે 11.30 વાગ્યે શરૂ થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">