AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup trophy controversy : મોહસીન નકવી જશે જેલ? BCCI કડક કાર્યવાહીના મૂડમાં

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ પોતાનો વિનાશ લાવ્યો છે. અહેવાલો સૂચવે છે કે BCCI તેની સામે કેસ દાખલ કરી શકે છે. દુબઈમાં તેની સામે ચોરીનો કેસ દાખલ થઈ શકે છે. જાણો સંપૂર્ણ મામલો શું છે.

Asia Cup trophy controversy : મોહસીન નકવી જશે જેલ? BCCI કડક કાર્યવાહીના મૂડમાં
Mohsin NaqviImage Credit source: GETTY IMAGES
| Updated on: Oct 01, 2025 | 7:42 PM
Share

એશિયા કપ ટ્રોફીને લઈને ચાલી રહેલો વિવાદ હવે દુબઈ પોલીસ સુધી પહોંચવાનો છે. મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે BCCI આ મામલે મોહસીન નકવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ મોહસીન નકવી એશિયા ક ટ્રોફી લઈ હોટલ ચાલ્યો ગયો હતો.

BCCI નકવી વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે

મોહસીન નકવી પાસે હજુ પણ એ ટ્રોફી છે અને તે કહે છે કે જો ભારતીય કેપ્ટન એશિયન ક્રિકેટ કાઉન્સિલના કાર્યાલયમાં વ્યક્તિગત રીતે તેની પાસેથી ટ્રોફી લેવા આવે તો જ તે તેને પરત કરશે. નકવીના આગ્રહને પગલે, BCCIએ હવે તેની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

BCCIએ નકવીને 72 કલાકનો સમય આપ્યો

અહેવાલો સૂચવે છે કે નકવી વિરુદ્ધ ટ્રોફીની ચોરી અને ગેરકાયદેસર કબજાની ફરિયાદ દાખલ થઈ શકે છે. BCCIએ નકવીને ટ્રોફી પરત કરવા માટે ફક્ત 72 કલાકનો સમય આપ્યો છે. જો તે નિષ્ફળ જાય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

નકવીને પાકિસ્તાન જતા અટકાવવામાં આવશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નકવીને ટ્રોફી સાથે પાકિસ્તાન જતા અટકાવવા માટે BCCI UAE અધિકારીઓ સાથે સતત વાતચીત કરી રહ્યું છે. વધુમાં, નકવીને તેના પદ પરથી દૂર કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. પ્રશ્ન એ છે કે જો મોહસીન નકવી સામે દુબઈમાં ચોરીનો કેસ દાખલ થાય તો તેના શું પરિણામો આવી શકે છે? દુબઈમાં ચોરી માટે ખૂબ જ કડક સજા છે. દંડ ઉપરાંત, ગુનેગારને 5 થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. કેટલાક ગંભીર ચોરીના કેસોમાં, 15 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

નકવીએ ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

મીડિયા રિપોર્ટ્સ પણ આવ્યા હતા કે મોહસીન નકવીએ BCCI અધિકારીઓ પાસે માફી માંગી છે. જોકે, PCBના વડાએ આ વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. મોહસીન નકવીએ કહ્યું કે તેણે કોઈ ભૂલ કરી નથી અને કોઈની પાસે માફી માંગી નથી. મોહસીનના મતે, તે કોઈની પાસે માફી માંગવાનો નથી. તેણે કહ્યું કે તે ભારતને એશિયા કપ ટ્રોફી આપવા તૈયાર છે, પરંતુ સૂર્યકુમાર યાદવે તેની પાસે આવીને તે સ્વીકારવી જોઈએ.

આ પણ વાંચો: IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પહેલી ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે ? મેચ લાઈવ ક્યાં જોઈ શકશો?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">