એશિયા કપ (Asia Cup 2022) ની સુપર 4 મેચમાં શ્રીલંકા સામે પાકિસ્તાન (Pakistan Vs Sri Lanka) નો ખરાબ રીતે પરાજય થયો હતો. બંને ટીમો હવે ફાઇનલમાં સામસામે ટકરાશે. આ સાથે બંને વચ્ચેની સ્પર્ધા વધુ રોમાંચક બને તેવી અપેક્ષા પણ ઘણી વધી ગઈ છે. સુપર 4માં શ્રીલંકાનો 5 વિકેટે વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનને 122 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે શ્રીલંકાએ 18 બોલ પહેલા જ હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (Babar Azam) નું ખરાબ ફોર્મ આ મેચમાં પણ ચાલુ રહ્યું હતું. જે માત્ર 30 રન બનાવી શક્યો હતો.
એશિયા કપમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા બાબર આઝમની આ મેચમાં ભારતીય અમ્પાયર સાથે ઘર્ષણ પણ થયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં મામલો 16મી ઓવરનો છે, જ્યારે મોહમ્મદ રિઝવાને હસન અલીની ઓવરના બીજા બોલ પર શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા સામે કેચ બેહાઈન્ડની અપીલ કરી હતી, પરંતુ તેને આઉટ આપવામાં આવ્યો ન હતો.
“Captain main hoon” lol Babar pic.twitter.com/pm2zIsVf02
— adi✨|| haris rauf cheerleader (@adidoescricket) September 9, 2022
જો કે પાકિસ્તાને અહીં ગુમાવવાનું કંઈ નહોતું, પરંતુ રિઝવાને તેના કેપ્ટન બાબરને પૂછ્યા વગર જ રિવ્યુ લઈ લીધો અને અમ્પાયર અનિલે પણ સીધો ડીઆરએસ લઈ લીધો. તેના પર બાબરે કહ્યું કે હું ક્યાં છું, કેપ્ટન હું છું.
પાકિસ્તાનની આમ પણ બરબાદ થઈ ગયુ હતુ. શનાકા બચી ગયો હતો. આ પછી શ્રીલંકન કેપ્ટન 17મી ઓવરના બીજા બોલ પર મોહમ્મદ હસનૈનનો શિકાર બન્યો હતો. હસનૈને દાસુન શનાકાને હસન અલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શ્રીલંકાના કેપ્ટને 16 બોલમાં 21 રન બનાવ્યા હતા.
Look at them😂😭 Babar was stunned for a while thinking what’s happening 😂😭 and I guess umpire really thought Rizwan is the Captain. Their laugh>> pic.twitter.com/MIa1zFROTy
— Aqsa🇵🇰 (@AqsaKhizar) September 9, 2022
રિઝવાન અને બાબર રિવ્યૂની ઘટના પર હસવા લાગ્યા. આ મેચમાં બંનેના પ્રદર્શનની વાત કરીએ તો બંને સ્ટાર્સ શ્રીલંકાના આક્રમણ સામે લાચાર દેખાતા હતા. એશિયા કપ 2022માં 2 અડધી સદી ફટકારનાર રિઝવાન શ્રીલંકા સામે માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. આ સાથે જ કેપ્ટન બાબરે 29 બોલમાં 30 રન બનાવ્યા હતા. બાબરે પોતાની ટીમ માટે મેચમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.
Published On - 9:12 am, Sat, 10 September 22