AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે છોકરી સાથે મોહમ્મદ સિરાજના લવ અફેરની ચર્ચા થઈ રહી હતી, તેમણે ક્રિકેટરને બાંધી રાખડી- જુઓ Video

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. જ્યારે એક છોકરી સાથે પાર્ટીનો ફોટો વાયરલ થયો હતો. ત્યારબાદ બંન્નેના અફેરની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ હતી. હવે રક્ષાબંધન પર આ છોકરીએ મોહમ્મદ સિરાજને રાખડી બાંધી છે. જુઓ વીડિયો

જે છોકરી સાથે મોહમ્મદ સિરાજના લવ અફેરની ચર્ચા થઈ રહી હતી, તેમણે ક્રિકેટરને બાંધી રાખડી- જુઓ Video
| Updated on: Aug 10, 2025 | 4:22 PM
Share

ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હાલમાં બ્રેક પર છે. ટીમના અન્ય ખેલાડીઓની જેમ સિરાજ પણ હાલમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. સિરાજ સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે આ બ્રેક સારા સમય પર આવ્યો છે કારણ કે, તમામ ખેલાડીઓને રક્ષાબંધનની ઉજવણી કરવાની તક મળી છે. સિરાજે પણ હૈદરાબાદમાં પોતાના ઘરમાં રક્ષાબંધન મનાવી અને તેમણે રાખડી એ છોકરી પાસે બંધાવી હતી. જેની સાથે તેના અફેરની અફવાઓ થઈ રહી હતી.

સિરાજે બંધાવી રાખડી

ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડમાં સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર સિરાજે તમામ દેશવાસીઓની જેમ 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન સિરાજને રાખડી બંધાવવા માટે જનાઈ ભોસલે પહોંચી હતી. જે મહાન સિંગર આશા ભોસલેની પૌત્રી છે. સફેદ કુર્તા-પાયજામા પહેરી સિરાજના હાથ પર રાખડી બાંધી આ તહેવારનું સેલિબ્રેશન કર્યું હતુ. જનાઈએ આનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેના ચાહકો ખુબ વખાણ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Zanai Bhosle (@zanaibhosle)

અફેરની ઉડી હતી અફવા

ચૌંકાવનારી વાત એ હતી કે, થોડા મહિના પહેલા સિરાજ અને જ અને જનાઈના રિલેશનશિપની અફવાઓ ફેલાઈ હતી. તેનું કારણ એક ફોટો હતો જેમાં બંને સાથે જોવા મળ્યા હતા. આ વાયરલ ફોટો બર્થ ડેનો હતો. જેમાં તેની સાથે સિરાજ પણ હતો. આ પહેલા બંન્નેના ફોટો ક્યારેય જોવા મળ્યા ન હતા. જેનાતી બંન્નેને લઈ અનેક પ્રકારની વાતો થવા લાગી હતી. ત્યારે આ વાતને બંન્ને નકારી હતી.

જનાઈ સિંગર છે.તેમણે સિરાજ સાથે ફોટો પોસ્ટ કરી સિરાજને પોતાનો ભાઈ ગણાવ્યો છે. મોહમ્મદ સિરાજ સાથે ફોટો પોસ્ટ કરી લખ્યું તેની બહેન જેવી કોઈ બહેન નથી. આમ બંન્નેએ અફવાને ખોટી કરી હતી.

ઇંગ્લેન્ડમાં જોવા મળ્યો હતો સિરાજનો કહેર

જો આપણે મોહમ્મદ સિરાજની વાત કરીએ તો,સ્ટાર ભારતીય ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસની સફળતામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સિરાજે આ સીરિઝની તમામ 5 ટેસ્ટ મેચ રમી અને સૌથી વધારે 23 વિકેટ લીધી હતી. આ દરમિયાન 2 મેચમાં તેમણે એક ઈનિગ્સમાં 5-5 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 2 મેચ જીતી હતી. ઓવલમાં રમાયેલ છેલ્લી ટેસ્ટમાં તો સીરિજે બીજી ઈનિગ્સમાં 5 વિકેટ સહિત મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાને 6 રનથી રોમાંચક જીત અપાવી હતી.

મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડનું ધમંડ તોડ્યું, આવો છે ટીમ ઇન્ડિયાની જીતના સ્ટારનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
g clip-path="url(#clip0_868_265)">