કોહલીના રિટાયરમેન્ટ અંગે ડી વિલિયર્સે કહી મોટી વાત, લાખો ચાહકોના દિલ તૂટી ગયા!

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના સંન્યાસ અંગે તેના ખાસ મિત્રએ પ્રતિક્રિયા આપી છે, જે બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. ફેન્સે કોહલીના આ ખાસ મિત્રના નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું. કોહલીના બેસ્ટ ફ્રેન્ડે વર્લ્ડ કપ બાદ વિરાટે સંન્યાસ લઈ લેવો જોઈએ એવું જણાવ્યું હતું. તેના આ સ્ટેટમેન્ટ બાદ વિરાટના ફેન્સની સાથે એબીના ચાહકોને પણ ઝટકો લાગ્યો છે.

કોહલીના રિટાયરમેન્ટ અંગે ડી વિલિયર્સે કહી મોટી વાત, લાખો ચાહકોના દિલ તૂટી ગયા!
AB & Virat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 5:58 PM

વિરાટ કોહલી (Virat Kohli) લાંબા સમયથી વિશ્વ ક્રિકેટનો એકમાત્ર એવો ખેલાડી છે જે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરનાર ખેલાડી છે. વિરાટ કોહલી અત્યારે વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે અને 2011 બાદ ફરી એકવાર ભારતને વર્લ્ડ કપ (World Cup 2023) વિજેતા બનાવવાનો તેનો લક્ષ્ય છે.

વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, એવા સમયે વિરાટના ખાસ મિત્ર અને પૂર્વ સ્ટાર આફ્રિકન ખેલાડી એબી ડી વિલિયર્સ (AB de Villiers) નું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, જે બાદ કોહલીના ફેન્સ ચોંકી ગયા છે.

કોહલીના રિટાયરમેન્ટ અંગે ડી વિલિયર્સે આપ્યો અભિપ્રાય

એબી ડી વિલિયર્સને તેની યુ ટ્યુબ ચેનલ પર એક યુઝરે વિરાટ કોહલી ક્યારે સંન્યાસ લેશે એ સવાલ પૂછવામાં આવ્યો હતો, જે અંગે એબી ડી વિલિયર્સે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. એબીના મતે વિરાટ કોહલી વર્લ્ડ કપ બાદ ODI અને T20 બંને ફોર્મેટને અલવિદા કહી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

કોહલીના લાખો ચાહકોનું દિલ તૂટી ગયું

કોહલીના ખાસ મિત્રોમાં એક અને લાંબા સમય IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) તરફથી સાથે રમનાર એબી ડી વિલિયર્સના આ સ્ટેટમેન્ટ બાદ વિરાટ કોહલીના ચાહકોને ધ્રાસકો લાગ્યો હતો અને ફેન્સે સોશિયલ મીડિયા પર આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

ડી વિલિયર્સે તેના જવાબમાં જણાવ્યું હતું કે, વિરાટ ચોક્કસથી 2027માં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર વર્લ્ડ કપમાં રમવા ઈચ્છશે, પરંતુ 2027ને હજી ઘણો લાંબો સમય બાકી છે, એવામાં આવું થવું લગભગ અશક્ય છે. ડી વિલિયર્સના આ સ્ટેટમેન્ટ બાદ કોહલીના લાખો ચાહકોનું દિલ તૂટી ગયું હતું.

આ પણ વાંચો : એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ સાથે ભારતીય મહિલા ખેલાડીઓએ આપ્યા પોઝ, જુઓ Photo

ડી વિલિયર્સે કરી સ્પષ્ટતા

એબી ડી વિલિયર્સનું એવું માનવું છે કે જો ભારત 2023નો વનડે ક્રિકેટનો વર્લ્ડ કપ જીતે છે, તો વિરાટ કોહલીએ ODI અને T20માંથી સંન્યાસ લઈ લેવો જોઈએ. ODI અને T20 ફોર્મેટને અલવિદા કહેવા માટે આ બેસ્ટ મોમેન્ટ અને શ્રેષ્ઠ સમય રહેશે અને વિરાટ IPL અને ટેસ્ટ ક્રિકેટ લાંબો સમય રમી શકશે.

વિરાટ કોહલીની ફિટનેસ શાનદાર છે

ડી વિલિયર્સના નિવેદનમાં સચ્ચાઈ હોય શકે છે, પરંતુ હાલના સમયમાં કોહલીના ફોર્મ અને ફિટનેસને જોતા આ વાતથી ફેન્સ સહેમત નથી. વિરાટ હાલ 34 વર્ષનો છે અને 2027 વર્લ્ડ કપ સુધી તે 38 વર્ષનો થઈ જશે, છતાં તેની બોડી લેંગ્વેજ જોતાં લાગતું નથી કે તેને 2027 સુધી ત્રણેય ફોર્મેટમાં રંવાયાં કોઈ તકલીફ પડશે. જો તે ઈચ્છે તો આરામથી વધુ લાંબો સમય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે એવું ફેન્સનું માનવું છે, એવામાં એબી ડી વિલિયર્સના નિવેદને કોહલીના ફેન્સને શોકમાં મૂકી દીધા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">