IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ, અચાનક છોડ્યું મેદાન
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં બીજા દિવસે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો અને તેને ચાલુ ઈનિંગમાં મેદાન છોડી બહાર જવું પડ્યું હતું. જાણો શુભમન ગિલને શું થયું?

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને કોલકાતા ટેસ્ટની પહેલી ઈનિંગની વચ્ચે જ મેદાન છોડીને જવું પડ્યું હતું. શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો. શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થવાની ઘટના તેની ઈનિંગના ત્રીજા બોલ પર બની હતી. શુભમન ગિલ દક્ષિણ આફ્રિકાના સ્પિનર હાર્મરના બોલ પર બાઉન્ડ્રી ફટકારવામાં સફળ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તેને ગરદનમાં દુખાવો થયો હતો. શુભમન ગિલ તેની ગરદન પકડીને ઉભો હતો અને બાદમાં દુખાવો વધતા તેને અધવચ્ચે જ મેદાન છોડીને જવું પડ્યું હતું.
ગરદનની સમસ્યાને કારણે ગિલ મેદાનની બહાર
શુભમન ગિલને ગરદનની તકલીફ થયા પછી ટીમના ફિઝિયો તેની તપાસ કરવા માટે મેદાન પર ગયા હતા. ગિલની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, ફિઝિયોએ તેને મેદાનની બહાર લઈ જવાનો નિર્ણય લીધો. શુભમન ગિલનો મેદાન છોડતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેની તકલીફ તેના ચેહરા પર સાફ દેખાઈ રહી હતી.
Shubman Gill retires hurt due to discomfort in neck. pic.twitter.com/VSFgcfPZRP
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2025
શુભમન ગિલની સમસ્યા કેટલી ગંભીર છે?
શુભમન ગિલ 3 બોલમાં 4 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો જ્યારે તે રિટાયર્ડ હર્ટ થયો હતો. શુભમન ગિલની નવી સમસ્યા કેટલી ગંભીર છે તે તેની તપાસ પછી જ જાણી શકાશે. ભારતીય ફેન્સ આશા રાખી રહ્યા છે કે ગિલની સમસ્યા વધુ ગંભીર ન હોય અને તે બેટિંગ ચાલુ રાખી શકે, જેની ભારતીય ટીમને જરૂર છે.
Listen to the crowd’s roar when Shubman Gill was walking back to the pavilion and Rishabh Pant was coming to the crease.
Respect is Earned not begged.pic.twitter.com/1omBSFsIgP
— i (@arrestshubman) November 15, 2025
ભારતે આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કર્યું
કોલકાતા ટેસ્ટમાં ભારતનો સ્કોર 79 રન હતો ત્યારે શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઈનિંગમાં 159 રનમાં ઓલઆઉટ કર્યું હતું. જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી જ્યારે સિરાજ અને કુલદીપને બે-બે વિકેટ મળી હતી. અક્ષર પટેલ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો: IND vs SA: કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી થશે બહાર? આ છે કારણ
