AUS vs IND: જાડેજાને બદલે ચહલ ! બંનેની સફળતાથી ઓસ્ટ્રેલીયામાં બબાલ મચી ગઇ, કનકશન સબટીટ્યુટનો વિવાદ છેડાયો

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે યોજાયેલી પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડીયાએ 11 રને શાનદાર જીત મેળવી છે. આ જીતના હિરો ટી-20 માં ડેબ્યુ કરનાર ટી નટરાજન, યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા હતા. આમ તો યુઝવેન્દ્ર ચહલ પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો નહોતો. મેચ દરમ્યાન જાડેજાને હેલમેટ પર બોલ વાગવાને લઇને કનકશન ના વિકલ્પ તરીકે યુઝવેન્દ્ર ચહલને મેદાનમાં ઉતારવામાં […]

AUS vs IND: જાડેજાને બદલે ચહલ ! બંનેની સફળતાથી ઓસ્ટ્રેલીયામાં બબાલ મચી ગઇ, કનકશન સબટીટ્યુટનો વિવાદ છેડાયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 04, 2020 | 11:11 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે યોજાયેલી પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડીયાએ 11 રને શાનદાર જીત મેળવી છે. આ જીતના હિરો ટી-20 માં ડેબ્યુ કરનાર ટી નટરાજન, યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા હતા. આમ તો યુઝવેન્દ્ર ચહલ પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો નહોતો. મેચ દરમ્યાન જાડેજાને હેલમેટ પર બોલ વાગવાને લઇને કનકશન ના વિકલ્પ તરીકે યુઝવેન્દ્ર ચહલને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. યુઝવેન્દ્ર ચહલને જાડેજાના કનકશન સબસ્ટીટ્યૂટ તરીકે ઉતારવાને લઇને, ઓસ્ટ્રેલીયાના કોચ જસ્ટીન લેંગર નાખુશ નજરે આવ્યા હતા. આ બાબતે તેઓ મેચ રેફરી થી વાત પણ કરવા લાગ્યા હતા.

મેચ બાદજ હવે આ મુદ્દો વિવાદ બની રહ્યો છે. હવે આની પર અનેક પ્રકારના સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર મોઇજેશ હેનરિક્સએ મેચ પછી આની પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યુ હતુ કે તેમાં કોઇ શંકા નથી કે જાડેજાને હેલમેટ પર બોલ વાગ્યો હતો અને તેના માથા પર ઇજા પહોંચી હતી. એક નિર્ણય કરવામાં આવ્યો, કારણ કે માથામાં ઇજા પહોંચી હતી અને તેમનો વિકલ્પ લાવવામાં આવ્યો હતો. અમને તેમાં કોઇ શક નથી. પરંતુ શુ આ ખેલાડીના સમાન વિકલ્પ હતો?  આ સવાલ છે. જાડેજા એક ઓલરાઉન્ડર છે અને તે બેટીંગ કરી ચુક્યો હતો. ચહલ પુર્ણ સ્વરુપે બોલર છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યુ હતુ કે, ચહલ ને મેચમાં રમાડવા અંગેની કોઇ યોજના નહોતી. જાડેજાને માથામાં એક બોલ વાગ્યો હતો અને તેને ચક્કર આવી રહ્યા હતા. જે હજુ પણ આવી રહ્યા છે. તેમણે કહ્યુ કે કનકશન વિકલ્પ પણ અજીબ ચીજ છે. આજે આ અમારા માટે કારગત રહ્યુ, પરંતુ શક્ય છે કે આગામી વેળા આમ ના પણ ના થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">