ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England)ને ભારત સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીના માત્ર 5 દિવસ પહેલા સૌથી મોટો આંચકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે (Ben Stokes) ટેસ્ટ શ્રેણી માટે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શુક્રવારે 30 જુલાઈએ સ્ટોક્સને શ્રેણીમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી.
ECBએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સ્ટોક્સ અનિશ્ચિત સમયગાળા માટે ક્રિકેટમાંથી આરામ લઈ રહ્યો છે. સ્ટોક્સના આ નિર્ણય પાછળનું કારણ તેની આંગળીની ઈજા છે, આ વર્ષે IPL 2021 દરમિયાન તેને ફ્રેક્ચર થયું હતું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટથી નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર શરૂ થઈ રહી છે. આ શ્રેણી સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું નવું ચક્ર પણ શરૂ થશે.
England all-rounder #BenStokes will take an indefinite break from all cricket with immediate effect: #England and Wales Cricket Board (ECB)
(File photo) #TV9News pic.twitter.com/dLTIM6pdUr
— tv9gujarati (@tv9gujarati) July 30, 2021
ECBએ એક નિવેદન જાહેર કરી સ્ટોક્સના નિર્ણય વિશે જાણકારી આપી. ઈસીબીના નિવેદન મુજબ સ્ટોક્સે ભારતની સામે આગામી અઠવાડિયાથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરિઝ પહેલા ઈંગ્લેન્ડના ટેસ્ટ સ્કવોડમાંથી પોતાનું નામ પરત લીધું છે. કારણ કે તે પોતાના માનિસક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી રહ્યા છે અને આરામ કરવા ઈચ્છે છે. ઈસીબીએ બેનના નિર્ણયને પૂરૂ સમર્થન આપ્યું છે અને ક્રિકેટથી દુર રહેવાના સમયમાં તેમની મદદ કરશે.
સ્ટોક્સને પૂરો સમય આપવામાં આવશે
ઈંગ્લેન્ડ પુરૂષ ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઈલ્સે કહ્યું બેન સ્ટોક્સે પોતાની ભાવનાઓ અને સ્વાસ્થ્ય વિશે ખુલીને જણાવી ખુબ સાહસ બતાવ્યું છે. ખેલાડીઓનું માનસિક સ્વાસ્થ્ય અને પોતાના લોકોનું કલ્યાણ હંમેશાથી અમારૂ પ્રાથમિક ફોક્સ રહ્યું છે અને આગળ પણ રહેશે. તેમને સાથે જ કહ્યું બેનને જેટલો સમય જોઈએ તેટલો સમય આપવામાં આવશે અને અમે ભવિષ્યમાં ક્રિકેટ રમતો જોવાની રાહ જોઈશું.
ત્યારે ઈસીબીએ હવે બેન સ્ટોક્સની જગ્યાએ ક્રેગ ઓવરટનને ટીમમાં સામેલ કર્યો છે. 30 વર્ષીય સ્ટોક્સને એપ્રિલમાં આઈપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સની પ્રથમ મેચ દરમિયાન કેચ પકડતી વખતે ઈજા થઈ હતી, જેના કારણે તે સમગ્ર ટૂર્નામેન્ટથી બહાર રહ્યા હતા. તે ન્યૂઝીલેન્ડની સામે ટેસ્ટ સિરીઝમાં નહીં રમી શકે.
સ્ટોક્સે આ આંગળીની સર્જરી કરાવી હતી અને ગયા મહિને જ ક્રિકેટ મેદાનમાં વાપસી કરી હતી. આ મહિનાની શરૂઆતમાં જ ઈંગ્લેન્ડ ટીમમાં કોરોના વાઈરસના કેસ આવવાના કારણે પાકિસ્તાનની સામે નવી ટીમની સાથે ઉતરવું પડ્યુ હતું અને વન-ડે સિરીઝમાં કેપ્ટનશીપ કરતા તેમને ટીમને 3-0થી જીત અપાવી હતી.
સ્ટોક્સનું કરિયર
ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે 2013માં ઓસ્ટ્રેલિયાની સામે એડિલેડમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. ત્યારબાદથી તે ટીમનો મુખ્ય હિસ્સો છે. તેને અત્યાર સુધી 71 ટેસ્ટ રમી છે, જેમાં 10 સદી સહિત 4,631 રન અને 163 વિકેટ લીધી છે. આ પહેલા 2011માં તેમને આયરલેન્ડ સામે વન-ડે ડેબ્યૂ કર્યુ હતું.
તે જ વર્ષે વેસ્ટ ઈન્ડિઝની સામે ટી-20 ડેબ્યુ પણ કર્યુ હતું. વન-ડેમાં તેમને 101 મેચમાં 2,871 રન અને 74 વિકેટ લીધી છે. 2019ની વિશ્વકપ ફાઈનલમાં ઈંગ્લેન્ડને ખિતાબ જીતાડવામાં તેમની સૌથી મહત્વની ભૂમિકા રહી હતી. તેમને 34 ટી20 પણ રમી છે. જેમાં 19 વિકેટ અને 442 રન ફટકાર્યા છે.
આ પણ વાંચો: MS Dhoni નો નવો લૂક ફેન્સ જામી પડ્યો, ફેન્સને ખૂબ પસંદ આવ્યો કેપ્ટન કુલનો આ અંદાજ, જુઓ
Published On - 11:22 pm, Fri, 30 July 21