Neeraj Chopra : ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનું આગામી લક્ષ્ય શું છે ? વાંચો આ અહેવાલ

નીરજ ચોપરાએ ટોક્યોથી પાછા ફરતાની સાથે જ પોતાનું આગલું લક્ષ્ય નક્કી કર્યું છે. તેની નજર હવે આ મોટી ચેમ્પિયનશિપમાં પોતાનું નામનો ડંકો વગાડવો છે.

Neeraj Chopra : ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનું આગામી લક્ષ્ય શું છે ? વાંચો આ અહેવાલ
Neeraj Chopra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 1:31 PM

Neeraj Chopra : ભારતના સ્ટાર બરછી ફેંકનાર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતને એથ્લેટિક્સ ઇવેન્ટ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવતા મિલ્ખા સિંહ (Milkha Singh) અને પીટી ઉષા (PT Usha) નું સપનું પૂરું કર્યું છે. તો હવે તેને અમેરિકામાં અંજુ બોબી જ્યોર્જની લાઇનમાં સામેલ થવું છે.

પુરુષોના જૈવલિન થ્રોના ઓલિમ્પિક (Olympic) ચેમ્પિયનનું આ નવું લક્ષ્ય છે. ટોક્યોથી પાછા ફરતા જ તેણે પોતાનું આગામી લક્ષ્ય નક્કી કર્યું છે. હવે તેની નજર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (World Athletics Championships) માં પોતાના નામનો ડંકો વગાડવાનો છે.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, હવે તેઓ ભારતની મહિલા લૉન્ગ જંપર અંજુ બોબી જ્યોર્જની લાઈનમાં ઉભા રહેવા માંગે છે. તેની જેમ હવે તે વર્લ્ડ ચેમ્પિયનશિપ (world championships) માં મેડલ જીતવા માંગે છે. અંજુ બોબી જ્યોર્જે 2003માં પેરિસમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

હું પણ અંજુ મેડમની જેમ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીતવા માંગુ છું.

એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યક્રમમમાં નીરજ ચોપરાએ કહ્યું, “મેં 2018 માં કોમનવેલ્થ ગોલ્ડ જીત્યો હતો. તે જ વર્ષે તે એશિયન ચેમ્પિયન પણ બન્યો હતો. હવે મારું ઓલિમ્પિક ગોલ્ડનું સ્વપ્ન પણ પૂર્ણ થયું છે. આ સ્થિતિમાં હવે મારું સમગ્ર ધ્યાન અમેરિકામાં આગામી વર્ષે યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા પર છે.

તેમણે કહ્યું, “વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સ્પર્ધા ખૂબ જ અઘરી છે. ક્યારેક તે ઓલિમ્પિક્સ કરતાં વધુ મુશ્કેલ હોય છે. અત્યાર સુધી માત્ર અંજુ મેડમે જ વર્લ્ડ એથ્લેટિક્સમાં ભારત માટે મેડલ જીત્યો છે. હવે હું પણ તેની જેમ આ મેડલ જીતવા માંગુ છું. ”

આગામી વર્ષે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરાશે

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (World Athletics Championships) આગામી વર્ષે 15 થી 22 જુલાઈ 2022 સુધી અમેરિકામાં યોજાવાની છે. અગાઉ આ ઇવેન્ટનું આયોજન વર્ષ 2021 માં જ થવાનું હતું, પરંતુ કોરોના (Corona) ને કારણે ઓલિમ્પિક્સ એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી હતી, ત્યારબાદ તેને પણ મુલતવી રાખવી પડી.

આગામી વર્ષે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Game) નું પણ આયોજન થવાનું છે. નીરજ ચોપરા આ બંને સ્પર્ધાઓમાં પણ ગોલ્ડ જીતવા માંગે છે.

આ પણ વાંચો : Benefits of Cashew : ત્વચા, વાળ અને આંખો માટે કાજુના ફાયદા વિશે જાણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">