West Bengal Election 2021: ચૂંટણી માહોલમાં કોરોનાને મોકળું મેદાન, 30 દિવસમાં 15 ગણો વધ્યો કોરોના

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં પણ રાજકીય ઉત્સાહ સાથે કોરોના વાઈરસ તેની ચરમ સીમાએ છે. છેલ્લા 30 દિવસમાં રાજ્યમાં દરરોજ દર્દીઓની સંખ્યામાં 15 ગણો વધારો થયો છે.

West Bengal Election 2021: ચૂંટણી માહોલમાં કોરોનાને મોકળું મેદાન, 30 દિવસમાં 15 ગણો વધ્યો કોરોના
Amit Shah Road Show
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 10, 2021 | 6:25 PM

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં પણ રાજકીય ઉત્સાહ સાથે કોરોના વાઈરસ તેની ચરમ સીમાએ છે. છેલ્લા 30 દિવસમાં રાજ્યમાં દરરોજ દર્દીઓની સંખ્યામાં 15 ગણો વધારો થયો છે. તે જ સમયે સક્રિય કિસ્સાઓમાં પણ 6 ગણો વધારો થયો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) ચાલી રહી છે. શનિવારે અહીં ચોથા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યમાં 294 બેઠકો સાથે મતદાન પ્રક્રિયા 8 તબક્કામાં પૂર્ણ થશે.

છેલ્લા 24 કલાકમાં બંગાળમાં 3,648 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ આંકડો વર્ષ 2021માં સૌથી વધુ છે. શુક્રવારે આરોગ્ય વિભાગે એક મીડિયાને  માહિતી આપી છે કે રાજ્યમાં દર્દીઓની સંખ્યા નવા આંકડા સહિત 6 લાખ 6,455 પર પહોંચી ગઈ છે. એક મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 10,378 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક મહિના પહેલા એટલે કે 10 માર્ચે બંગાળમાં 241 નવા દર્દીઓ મળી આવ્યા હતા. તે દરમિયાન સક્રિય દર્દીઓનો આંકડો 3,127 હતો. તે દિવસે બે લોકોના મૃત્યુ થયા હતા. 10 માર્ચથી 10 એપ્રિલ સુધીમાં 241થી વધીને 3,648 થયો હતો. 10 માર્ચે સક્રિય કેસ 3,127 હતા અને 10 એપ્રિલે આ આંકડો 18,603 પર પહોંચ્યો હતો. આ સિવાય છેલ્લા 30 દિવસમાં મૃત્યુઆંકમાં પણ ઝડપથી વધારો થયો છે.

પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે મતદાન શરૂ થયું. આ પ્રક્રિયા 29 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ રાજકીય તબક્કામાં રાજકીય પક્ષોએ રાજ્યમાં જોરદાર પ્રચાર કર્યો હતો. આ સમય દરમિયાન કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો કરીને મોટી મોટી રેલીઓ, સભાઓ અને રોડ શો કરીને જાણ મેદની ઊભી કરી હતી. ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર મત ગણતરી 2જી મેએ થવાની છે.

3થી 9 માર્ચની વચ્ચે બંગાળમાં સાપ્તાહિક કેસો 1,539 પર હતા. 3થી 9 એપ્રિલની વચ્ચે તે વધીને 16,533 થઈ ગયા. આ સમયગાળા દરમિયાન 10 ગણો વધારો નોંધવામાં આવ્યો છે. આ સિવાય સાપ્તાહિક મોતનો આંકડો પણ 11થી 43 સુધી પહોંચ્યો હતો. જ્યારે કોલકાતામાં 6 મૃત્યુ થયાં, ત્યારે એક દર્દીએ હાવડા અને મુર્શીદાબાદમાં પોતાનો જીવ ગુમાવ્યો. એક મીડિયા રિપોર્ટ અનુસાર તમામ 8 મૃત્યુ ગંભીર માંદગીને કારણે થયા હતા, જ્યાં કોવિડ-19 આકસ્મિક હતું.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, પશ્ચિમ બંગાળમાં  હવે દીદી અને ટીએમસીની મનમાની નહી ચલાવવા દેવાય, મમતા બેનર્જીએ કહ્યું અમિત શાહના કહેવાથી કેન્દ્રીય પોલીસે ગોળીબાર કરીને ચાર લોકોની હત્યા કરી

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">