West Bengal Assembly Election 2021: નંદીગ્રામ જીતવા મમતા બેનર્જીનો હોળીના દિવસે વ્હીલચેર પર રોડ શો

West Bengal Assembly Election 2021 : પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના નેતા શુભેંદુ અધિકારી વચ્ચે જંગ છે. એવામાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ બીજા ચરણના મતદાનને જોતા તૈયારીમાં લાગી ગયા છે.જે અંતર્ગત સોમવારે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પોતાના ચૂંટણી ક્ષેત્ર નંદીગ્રામમાં વ્હીલચેર પર રોડ શો કર્યો.

West Bengal Assembly Election 2021: નંદીગ્રામ જીતવા મમતા બેનર્જીનો હોળીના દિવસે વ્હીલચેર પર રોડ શો
Mamta Banerjee
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 29, 2021 | 3:53 PM

West Bengal Assembly Election 2021 : પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના નેતા શુભેંદુ અધિકારી વચ્ચે જંગ છે. એવામાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ બીજા ચરણના મતદાનને જોતા તૈયારીમાં લાગી ગયા છે. જે અંતર્ગત સોમવારે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પોતાના ચૂંટણી ક્ષેત્ર નંદીગ્રામમાં વ્હીલચેર પર રોડ શો કર્યો. તેમનો રોડ શો ખુદ્દીરામ મોડથી નંદીગ્રામના બ્લોક-2માં ઠાકુર ચોક સુધી થયો.

માનવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જી નંદીગ્રામ સીટ જીતવામાં કોઇ કસર છોડવા નથી ઇચ્છતા. આ અંતર્ગત સોમવારે હોળીના દિવસે ભર તડકામાં વિશાળ રોડ શો કર્યો. પૂરબ મેદિનાપુર જિલ્લાની આ મહત્વપૂર્ણ સીટ પર વિધાનસભા ચૂંટણીના બીજા ચરણમાં એક એપ્રિલે મતદાન કરશે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે રોડ શોમાં બેનર્જીએ રેયાપાડા ખુદ્દીરામ મોડથી ઠાકુર ચોક સુધી આઠ કિલોમીટર લાંબો રોડ શો કર્યો. આ દરમ્યાન તેઓ વ્હીલચેયર પર રહ્યા અને લોકોને હાથ જોડીને અભિવાદન કરતા રહ્યા.

આપને જણાવી દઇએ કે રોડ શોમાં સેેંકડો સ્થાનીય લોકો પાર્ટીના કાર્યકર્તાઓએ ભાગ લીધો અને મમતા બેનર્જી જિંદાબાદના નારા લગાવ્યા. ત્યારબાદ એક રેલીને સંબોધિત કરશે. તૃણમુલ અધ્યક્ષે ઘોષણા કરી કે ગુરુવારે મતદાન થવા સુધી તેઓ નંદીગ્રામમાં રહેશે. બીજા ચરણમાં મતદાન 30 એપ્રિલ સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થશે. ભાજપના સૂત્રો જણાવે છે કે મંગળવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ નંદીગ્રામ રોડ શોમાં ભાગ લઇ શકે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

હોળી પર ભાજપના નેતા શુભેંદુ અધિકારીનું પણ એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સંપૂર્ણ મતદાન પરિવર્તનના પક્ષમાં થયું. ભાજપ ચૂંટણીના પહેલા ચરણમાં 30માંથી 30 સીટ જીતશે. ઉલ્લેખનીય છે કે શુભેંદુ અધિકારી મુખ્યમંત્રી મમતા બેનર્જીના સહયોગી રહી ચૂક્યા છે. નંદીગ્રામ સીટ પર તેમનો દબદબો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">