સાબરકાંઠાઃ 4 નગરપાલિકાના પ્રમુખ બદલવામાં નારાજ સભ્યોએ ઉઠાવ્યો ફાયદો, ખેડબ્રહ્મા અને તલોદમાં સત્તા જ બદલાઈ ગઈ

સાબરકાંઠા જિલ્લામાં  ચાર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની સત્તાની સમયમર્યાદા પુર્ણ થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શાસક પક્ષો પોતાની પાલિકાના પ્રમુખ બદલવા જતાં બે પાલિકાઓમાં તો રાજકીય પક્ષના શાસન પણ બદલાઈ ગયા હતા અને બળવાખોરો અને નારાજ કોર્પોરેટરોએ જાણે સત્તા બદલતા નિશાન તાકી લીધા હતા. સાબરકાંઠા જિલ્લાના તલોદ,ખેડબ્રહ્મા, […]

સાબરકાંઠાઃ 4 નગરપાલિકાના પ્રમુખ બદલવામાં નારાજ સભ્યોએ ઉઠાવ્યો ફાયદો, ખેડબ્રહ્મા અને તલોદમાં સત્તા જ બદલાઈ ગઈ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:12 PM

સાબરકાંઠા જિલ્લામાં  ચાર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની સત્તાની સમયમર્યાદા પુર્ણ થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શાસક પક્ષો પોતાની પાલિકાના પ્રમુખ બદલવા જતાં બે પાલિકાઓમાં તો રાજકીય પક્ષના શાસન પણ બદલાઈ ગયા હતા અને બળવાખોરો અને નારાજ કોર્પોરેટરોએ જાણે સત્તા બદલતા નિશાન તાકી લીધા હતા. સાબરકાંઠા જિલ્લાના તલોદ,ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને ઈડર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અવધી પુર્ણ થઈ હતી. 2.5 વર્ષ અગાઉ ચારેય નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ વર્ષ 2018માં યોજાઈ હતી.

Sabarkantha: 4 Nagarpalika na pramukh badalva ma naraj sabhyo e uthaviyo faydo khedbramha ane talod ma sata j badlai gai

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Sabarkantha: 4 Nagarpalika na pramukh badalva ma naraj sabhyo e uthaviyo faydo khedbramha ane talod ma sata j badlai gai

સામાન્ય ચૂંટણી યોજાયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની પણ વરણી ચૂંટાયેલા રાજકીય પક્ષોએ કરી હતી. 2.5 વર્ષની સત્તાની સમયમર્યાદાના નિયમ મુજબ સત્તાનો સમયગાળો પુર્ણ થતાં હવે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરીને તેમની વરણી કરવી રાજકીય પક્ષો માટે આવશ્યક બની હતી. જે માટેની પ્રક્રિયા ચારેય પાલિકાઓમાં આજે યોજાઈ હતી. પરંતુ ચાર પૈકી પ્રાંતિજ અને ઈડર નગરપાલીકાઓમાં સરળતાથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ શકી હતી, પરંતુ ખેડબ્રહ્માં અને તલોદ નગરપાલિકાઓમાં સત્તાના સુત્રો જ બદલાઈ ગયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Sabarkantha: 4 Nagarpalika na pramukh badalva ma naraj sabhyo e uthaviyo faydo khedbramha ane talod ma sata j badlai gai

તલોદ નગરપાલિકા પર કોંગ્રેસની સત્તા હતી અને અહીં પહેલા ભાજપ પાસે 11 અને કોંગ્રેસ પાસે 13 સભ્ય સંખ્યાબળ હતું, જેમાં એક બેઠક ખાલી પડી હતી. જો કે હવે પ્રમુખની વરણી સમયે જ કોંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં ભળી જતા જ કોંગ્રેસે પોતાની સત્તા ગુમાવી પડી હતી અને ભાજપે બાજી મારી લઈ પોતાનો કેસરીયો ફરકાવી લીધો હતો. તલોદ નગરપાલિકામાં કોંગ્રેસમાં આંતરીક બળવાની સ્થિતી છેલ્લા કેટલાય સમયથી ચાલતી હતી અને અવિશ્વાસની દરખાસ્ત પણ રજુ થઈ હતી, પરંતુ હવે આખરે ભાજપ સત્તા મેળવવામાં સફળ નિવડી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Sabarkantha: 4 Nagarpalika na pramukh badalva ma naraj sabhyo e uthaviyo faydo khedbramha ane talod ma sata j badlai gai

ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપની સત્તા હતી, પરંતુ અહીં બે સભ્યો ગેરહાજર રહેતા જ ભાજપની સત્તા પડી ભાંગી હતી અને કોંગ્રેસને જાણે કે મોકો મળ્યો હતો. ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસને બંનેને 14-14 સભ્ય સંખ્યાબળ હતું. કોંગ્રેસ અહી સત્તા મેળવવા માટે મથી રહી હતી અને આ માટે વિધાનસભાના વિપક્ષી દંડક અશ્વીન કોટવાલ પણ અહીં પોતાના હોમગ્રામઉન્ડ પર પાલિકા પોતાના પક્ષે હસ્તગત કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. જેમાં ભાજપના નારાજ કોર્પેોરેટરો ગેરહાજર રહેતા જ કોંગ્રેસને જાણે કે સત્તાનો રસ્તો સરળ થઈ ગયો હતો.

નગરપાલિકા  નવા પ્રમુખ નવા ઉપપ્રમુખ 
ઈડર નગરપાલિકા (ભાજપ)  જયસિંહ તંવર ફાલ્ગુનીબેન ભાવસાર
પ્રાંતિજ નગરપાલિકા (ભાજપ) દિપક કડીયા જગદીશ કિમતાણી
તલોદ નગરપાલિકા (ભાજપ) દક્ષાબેન ઝાલા રૂતુલ પટેલા
ખેડબ્રહ્મા નગરપાલિકા (કોંગ્રેસ) સાગર પટેલ જિગ્નેશ જોષી

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">