યુવકે ફેસબુક પર સુરતના કોર્પોરેટર વિરુધ્ધ પોસ્ટ કરી અને પછી કોર્પોરેટરે યુવકની સાથે જે કર્યું તેના લીધે નોંધાઈ ગઈ પોલીસ ફરિયાદ
સરથાણા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ફેસબૂક પર કોમેન્ટ કરવાને લઈને એક યુવકને ફાર્મ હાઉસમાં માર મારવામાં આવ્યો હતો. જેને પગલે યુવકે સરથાણા પોલીસમાં કોર્પોરેટર નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. TV9 Gujarati કોંગ્રેસના નેતાઓ કોઈ ને કોઈ વિવાદમાં આવી જતા હોય છે તેવામાં સુરતના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી વિવાદમાં […]
સરથાણા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ફેસબૂક પર કોમેન્ટ કરવાને લઈને એક યુવકને ફાર્મ હાઉસમાં માર મારવામાં આવ્યો હતો. જેને પગલે યુવકે સરથાણા પોલીસમાં કોર્પોરેટર નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કોંગ્રેસના નેતાઓ કોઈ ને કોઈ વિવાદમાં આવી જતા હોય છે તેવામાં સુરતના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી વિવાદમાં આવી ગયા અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં હકીકત જોવા જઈએ તો એવી વાત છે કે થોડા દિવસ પહેલા અંકિત નામના યુવકે ફેસબુક પર એક પોસ્ટ મૂકી કતી કે કે “ધરના બાઇરાઓ નથી સાંભળી શકતો તો વિધાનસભા શું સાંભળવાના ” આ પોસ્ટ કુંભાણીને ટાર્ગેટ કરીને લખતા આખો મામલો બહાર આવ્યો ત્યારે કુંભાણીના મિત્રોએ અંકિતનમાં યુવકને ફોન કરી બોલાવી કોર્પોરેટર નિલેશ કુંભાણીના ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા હતા.
#Surat: #Congress corporator Nilesh Kumbhani booked for thrashing youth over a comment on social media#Gujarat #TV9News pic.twitter.com/YCxtttauMf
— Tv9 Gujarati (@tv9gujarati) February 21, 2019
બાદમાં તેને કોર્પોરેટર સહિત 5 મિત્રો મળી અંકિતને માર માર્યો હતો અને કોના કહેવાથી આ પોસ્ટ મૂકી હોવાની વાત કરી હતી પણ અંકિતે પોતે જ આ પોસ્ટ કરી હોવાથી તેને માર માર્યો હતો. બાદમાં અંકિત દ્વારા સુરત કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી સહિત 5 લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસે કોર્પોરેટરની ક્યારે ધરપકડ કરે છે.
[yop_poll id=1670]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]