મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ શિવસેના સાથે ભાજપે પણ કર્યો આ દાવો, ‘સરકાર બનશે તો અમારી’

મહારાષ્ટ્રમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. અને ભાજપ સહિત તમામ પાર્ટીઓ ગઠબંધન કરવાની કોશિશમાં છે. શિવસેના-NCP અને કોંગ્રેસ વચ્ચે વાતચાલી રહી છે. અનુમાન પ્રમાણે વાતચીત છેલ્લા તબક્કમાં છે. આ ત્રણેય પાર્ટીનો કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર થઈ ગયો છે. તો આ વચ્ચે ભાજપે પણ ફરી પાછી સરકાર બનાવવાની ઘોષણા કરી દીધી છે. ભાજપે […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ શિવસેના સાથે ભાજપે પણ કર્યો આ દાવો, 'સરકાર બનશે તો અમારી'
Follow Us:
| Updated on: Nov 15, 2019 | 5:01 PM

મહારાષ્ટ્રમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. અને ભાજપ સહિત તમામ પાર્ટીઓ ગઠબંધન કરવાની કોશિશમાં છે. શિવસેના-NCP અને કોંગ્રેસ વચ્ચે વાતચાલી રહી છે. અનુમાન પ્રમાણે વાતચીત છેલ્લા તબક્કમાં છે. આ ત્રણેય પાર્ટીનો કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર થઈ ગયો છે. તો આ વચ્ચે ભાજપે પણ ફરી પાછી સરકાર બનાવવાની ઘોષણા કરી દીધી છે. ભાજપે કહ્યું કે, અમારા વગર મહારાષ્ટ્રમાં કોઈ સરકાર નહીં બની શકે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારના બોર્ડ અને નિગમની નિમણૂકો કેમ છે અધ્ધરતાલ, ભાજપ કાર્યકરોમાં નારાજગી?

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ભાજપ પ્રદેશ અધ્યક્ષે કર્યો દાવો

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પત્રકારો સામે રાજ્યમાં પોતાની સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પાટીલે કહ્યું કે, અમારી પાસે સૌથી વધારે ધારાસભ્યો છે. અમારી પાસે 119 ધારાસભ્યો છે. (105 ભાજપ અને 14 અપક્ષ) ચંદ્રકાંત પાટીલે સાથે કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીના નેતાઓ સામે આ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. અને રાજ્યને એક સ્થિર સરકાર આપવાનો અમારો હેતુ નિશ્ચિત છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તો બીજી તરફ વિપક્ષમાં પણ સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. શિવસેના-કોંગ્રેસ અને NCP વચ્ચે એકમત બની રહ્યો છે. જો કે, શિવસેનામાંથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કે, આદિત્ય ઠાકરે બનશે એ વાત સ્પષ્ટ નથી. ત્રણેય પાર્ટી વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ બની રહ્યો છે. જેમાં શિવસેનાનો મુખ્યમંત્રી પાંચ વર્ષ સુધી રહેશે. તો NCP અને કોંગ્રેસના નેતાને ઉપમુખ્યમંત્રી તરીકે પદ આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">