હૈદરાબાદઃ શાહ, યોગી, નંદાએ ઔવેસીના ગઢમાં ગાબડુ પાડી, ભાજપે દક્ષિણ ભારતમાં રાજકીય પ્રવેશનો માર્ગ કર્યો મોકળો

ગેટ વે ઓફ સાઉથ ઈન્ડિયા કહેવાતા નિઝામના હૈદરાબાદમાં ભલે ભાજપ ભગવો ના લહેરાવી શક્યો હોય, પરંતુ ઔવેસીના ગઢમાં ગાબડા પાડવામાં ભાજપ અવશ્ય સફળ રહ્યુ છે. રાજકિય રીતે અતિ મહત્વના એવા હૈદરાબાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા, કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ અને ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રોડ શો કરીને મતદારોને ભાજપ તરફી […]

હૈદરાબાદઃ શાહ, યોગી, નંદાએ ઔવેસીના ગઢમાં ગાબડુ પાડી, ભાજપે દક્ષિણ ભારતમાં રાજકીય પ્રવેશનો માર્ગ કર્યો મોકળો
Follow Us:
| Updated on: Dec 04, 2020 | 11:04 PM

ગેટ વે ઓફ સાઉથ ઈન્ડિયા કહેવાતા નિઝામના હૈદરાબાદમાં ભલે ભાજપ ભગવો ના લહેરાવી શક્યો હોય, પરંતુ ઔવેસીના ગઢમાં ગાબડા પાડવામાં ભાજપ અવશ્ય સફળ રહ્યુ છે. રાજકિય રીતે અતિ મહત્વના એવા હૈદરાબાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા, કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ અને ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રોડ શો કરીને મતદારોને ભાજપ તરફી મત આપવા ધ્રુવિકરણ સર્જયુ હતું.

2009 અને 2016ની હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ માત્ર ચાર જ બેઠક જીતી શક્યુ હતુ. આ વખતે ભાજપ 48 બેઠકો જીતીને, બીજા નંબરે રહેવાની સાથેસાથે ટીઆરએસ અને ઔવેસીના એઆઈએમઆઈએમને સત્તાની ખુરશીથી દુર રાખી, મ્યુનિસિપલ કોર્પોરેશનમા ત્રિશંકુ સ્થિતિ સર્જવામાં સફળ રહ્યું છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા મેળવવા માટે ઓછામા ઓછી 75 બેઠકો હોવી જોઈએ. જો કે આજે જાહેર થયેલા પરીણામોમાં ટીઆરએસને 56, ભાજપને 48 અને ઔવેસીના એઆઈએમઆઈએમને 44 બેઠકોથી સંતોષ માનવો પડશે. લધુમત્તી બાહુલ્ય ધરાવતા વિસ્તાર હૈદરાબાદનુ નામ બદલીને ભાગ્યનગર કરવા ભાજપે વચન આપ્યુ હતું. જે સ્થાનિક લોકોએ આંશિંક રીતે સ્વીકાર્યો છે, તેમ આજના પરીણામ ઉપરથી સ્પષ્ટ કહી શકાય.

અનેક રાજકીય ગણતરી સાથે ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણીમાં દિગ્ગજોને પ્રચારકાર્યમાં ઉતાર્યા હતા. જેમાં ભાજપ હાલ કો રાજકીય રીતે સફળ રહ્યું છે. તેલગણાના હૈદરાબાદ અને સિંકદરાબાદના 625 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 150 બેઠક છે. જે તેલગણા વિધાનસભામાં 24 બેઠક અને લોકસભાની પાંચ બેઠકનો વિસ્તાર ધરાવે છે.

સામાન્ય રીતે આ વિસ્તાર ઔવેસીના એઆઈએમઆઈએમનો ગઢ ગણાતો હતો. તેમાં ભાજપે ગાબડા પાડીને ઔવેસી સહીત અન્ય રાજકિય પક્ષોને પણ દક્ષિણ ભારતમાં ભાજપના પ્રવેશનુ બ્યુગલ સંભાળ્યાવું છે. આજે જાહેર થયેલા પરીણામથી ભાજપના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે, અને આગામી ત્રણ વર્ષ પછી તેલગણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ટીઆરએસને પછાડીને વિજય મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">