મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ લીધો આ પ્રથમ ફેંસલો, શહીદોના બાળકોને મળશે લાભ
વડાપ્રધાન મોદીની સરકાર બીજી ટર્મમાં પણ બની છે અને ભારતની જનતાએ મોદી સરકારને બહુમતથી જીતાડી છે. પોતાના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકારે સૌથી પહેલાં ફેંસલો શહીદોના બાળકો અંગે લીધો છે. Web Stories View more એલચી પર્સમાં રાખવાથી શુ થાય છે? આજનું રાશિફળ તારીખ : 11-10-2024 ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન ગંદુ અને પીળુ પડી […]
વડાપ્રધાન મોદીની સરકાર બીજી ટર્મમાં પણ બની છે અને ભારતની જનતાએ મોદી સરકારને બહુમતથી જીતાડી છે. પોતાના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકારે સૌથી પહેલાં ફેંસલો શહીદોના બાળકો અંગે લીધો છે.
2019માં ચૂંટણી જીતીને સત્તા પર આવેલી મોદી સરકારે પોતાની સરકારનો પ્રથમ ફેંસલો લઈ લીધો છે. આ ફેંસલો તેમને શહીદોના બાળકો માટે લીધો છે જેમાં પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કોલરશીપ સ્કીમમાં મોટો ફેરફાર કરાયો છે. હવે જે પણ શહીદ થયાં છે તેમના બાળકોને શિક્ષણ માટે 2000 પ્રતિમહિનાની જગ્યાએ 2500 રુપિયા આપવામાં આવશે અને આવી જ રીતે શહીદોની દીકરીઓને 2250 રુપિયા જે સ્કોલરશીપ આપવામાં આવતી તે વધારીને 3000 રુપિયા પ્રતિમાસ કરી દેવાઈ છે.
આ સ્કોલરશીપના યોજનાના લાભમાં હવે પોલીસ વિભાગને પણ સામેલ કરવામાં આવ્યો છે. આથી નક્સલી હુમલાઓમાં શહીદ થયેલાં રાજ્ય પોલીસ દળના દીકરા-દીકરીઓને પણ આ લાભ મળી શકશે. રાજ્યના પોલીસ વિભાગના શહીદ જવાનોના બાળકોને વાર્ષિક 500 રુપિયા સ્કોલરશીપ તરીકે આપવામાં આવશે.
આ પણ વાંચો: WhatsAppના નવા ફિચર્સના કારણે તમે હવે નહીં કરી શકો આ કામ, નવા અપડેટમાં આ ફિચર્સ આવવાની છે સંભાવના
Our Government’s first decision dedicated to those who protect India!
Major changes approved in PM’s Scholarship Scheme under the National Defence Fund including enhanced scholarships for wards of police personnel martyred in terror or Maoist attacks. https://t.co/Vm90BD77hm pic.twitter.com/iXhFNlBCIc
— Narendra Modi (@narendramodi) May 31, 2019
આ ફેંસલાને લઈને વડાપ્રધાને પણ ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું કે અમારી સરકારનો પ્રથમ ફેંસલો એમને સમર્પિત છે જેઓ ભારતની રક્ષા કરે છે. નેશનલ ડિફેન્સ ફંડ દ્વારા પીએમ સ્કોલરશિપમા સ્કીમમાં મોટા બદલાવને મંજૂરી આપી દેવાઈ છે, જેમાં આતંકી કે માઓવાદી હુમલાઓમાં શહીદ પોલીસ જવાનોના બાળકોની પણ સ્કોલરશીપ વધારવી સામેલ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]