પેટાચૂંટણી જીતવા માટે કેવો છે ભાજપનો રોડ મેપ?

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રાજ્યમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીઓ અંગે કોર ગ્રુપની બેઠક મળી છે. વર્ષ 2019માં સંગઠન સંરચના દરમિયાન કોર ગ્રૂપની બેઠક મળ્યા બાદ હવે જૂન માસના અંતિમ દિવસોમાં બેઠક મળી છે, આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતિશ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી […]

પેટાચૂંટણી જીતવા માટે કેવો છે ભાજપનો રોડ મેપ?
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 26, 2020 | 4:27 PM

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રાજ્યમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીઓ અંગે કોર ગ્રુપની બેઠક મળી છે. વર્ષ 2019માં સંગઠન સંરચના દરમિયાન કોર ગ્રૂપની બેઠક મળ્યા બાદ હવે જૂન માસના અંતિમ દિવસોમાં બેઠક મળી છે, આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતિશ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

By Election jitva mate kevo che BJP no road map?

આગામી દિવસોમાં રાજ્યમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે આ બેઠકમાં રણનીતિ ઘડવામાં આવશે.પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં જિલ્લા પ્રમાણે સરકારના મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવશે. સરકારના મંત્રીઓની વાત કરવામાં આવે તો ગણપત વસાવા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કૌશિક પટેલ, કુંવરજી બાવળીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, ઈશ્વર પટેલ, આર.સી.ફળદુ અને પ્રદિપસિંહ જાડેજાને જુદા જુદા જિલ્લાની જવાબદારી આપવામાં આવશે તો સાથે પ્રદેશના મહામંત્રી ઉપાધ્યક્ષ અને સિનિયર નેતાઓને પેટાચૂંટણીની જવાબદારી સોંપવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

By Election jitva mate kevo che BJP no road map?

ભાજપ સરકારના 8 મંત્રીઓને જુદી-જુદી આઠ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવશે. આ મંત્રીઓની સાથે-સાથે પ્રદેશના નેતાઓને પણ જવાબદારી સોંપાશે. એક મંત્રી અને બે પ્રદેશના નેતાઓ સાથેની એક ટીમ તૈયાર કરવામાં આવશે. જેમને વિધાનસભાની બેઠક પ્રમાણેની જવાબદારી આપવામાં આવશે. મહત્વનું એ પણ છે કે કોંગ્રેસના 8 ધારાસભ્ય રાજ્યયસભાની ચૂંટણી દરમ્યાન પક્ષમાંથી રાજીનામાં આપ્યા હતા. ત્યારથી જ જે તે વિધાનસભા પર ભાજપમાં અસંતોષનો મધપૂડો ઝઝેડયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યસભાની ચૂંટણી બાદ 5 પૂર્વ ધારાસભ્યને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા, સાથે જ ટીકીટ આપશે એવી વાતો વહેતી થતાં ભાજપમાં ચૂંટણી પહેલા જ ભડકો થયો છે. ત્યારે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા તેમજ આગામી રણનીતિ તૈયાર કરવા માટે બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર-સંગઠનને તાલમેલ સાથે કામ કરવા રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચૂંટણી ઈન્ચાર્જ તરીકે અબડાસા વિધાનસભાની જવાબદારી કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપ પ્રદેશ મહામંત્રી કે. સી.પટેલને આપવામાં આવી છે. લીમડી વિધાનસભાની જવાબદારી કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને સુરેન્દ્રનગરના જિલ્લા પ્રભારી નીતિન ભારદ્વાજને, કરજણ વિધાનસભા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજાડેજા અને પ્રદેશ મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ્ટની નિમણુંક કરવામાં આવી છે. ડાંગ વિધાનસભા માટે કેબિનેટ મંત્રી ગણપત વસાવા, ધારાસભ્ય પૂર્ણસ મોદી. કપરાડા વિધાનસભા માટે રાજ્ય મંત્રી ઈશ્વર સિંહ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારની નિમણુંક કરવામાં આવી છે.

મોરબી વિધાનસભા માટે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાની નિમણુંક કરવામાં આવી છે. ગઢડા વિધાનસભા માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવડીયા, ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા. ધારી વિધાનસભા માટે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને અમરેલી જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરીની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે તમામ વિધાનસભાનું સંકલન કરવા માટે પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વે મંત્રી શંકર ચૌધરીની નિમણુંક આજે કરવામાં આવી છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">