
ભૂકંપ કેવી રીતે માપવામાં આવે છે ? - રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

ભૂકંપના રિકટર સ્કેલ અને અસર : 0થી 1.9 - માત્ર સિસ્મોગ્રાફથી તેની જાણ થાય છે, 2થી 2.9 - હળવું કંપન, 3થી 3.9 - ટ્રક નજીકથી પસાર થાય તેવું કંપન, 4થી 4.9 - બારીના કાચ તૂટે, 5થી 5.9 - ફર્નિચરમાં હલચલ, 6થી 6.9 - મકાનોના પાયા હલે છે, 7થી 7.9 - મકાનો પડી શકે છે, 8થી 8.9 - પુલો પણ પડી શકે અને સુનામીનું જોખમ, 9થી વધારે - સંપૂર્ણ તબાહી