દરેક ભારતીય વ્યક્તિને ઓછામાં ઓછું એક વખત વિદેશ પ્રવાસ કરવાનો શોખ હોય છે. ત્યારે તેમના મનમાં પહેલો ખર્ચ અને ક્યાં સ્થળે ફરવા જવું તેને લઈને વિચાર આવતા હોય છે.
અમદાવાદથી ન્યૂઝીલેન્ડના 7 દિવસના પ્રવાસ જઈ રહ્યાં છો તો તમારે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરુરી છે. તમે અમદાવાદથી ફ્લાઈટ મારફતે ન્યૂઝીલેન્ડ પહોંચી શકો છો. ત્યા જ તમે થોડોક સમય આરામ કરી શકો છો.
જો તમે ન્યૂઝીલેન્ડનો સાત દિવસનો પ્રવાસ કરવા માગો છો. તો તમે પ્રથમ દિવસે ઓકલેન્ડ પહોંચી ત્યાં થઈ સ્કાય ટાવરની મુલાકાત લઈ શકો છો. ત્યાં આવેલુ પ્રખ્યાત મ્યુઝિયમ પણ જોઈ શકો છો. બીજા દિવસે Waitemata Harbour Cruise અને ત્યાંની આર્ટ ગેલેરીને નિહાળી શકો છો.
તમે ત્રીજા દિવસે Waiheke Islandની મુલાકાત લઈ શકો છો. તમે ત્યાંથી 4 હજારમાં રાઉન્ડ ટ્રીપનો ખર્ચ થઈ શકે છે. ચોથા દિવસે Rotorua - Te Puiaની મુલાકાત લઈ જઈ શકો છો. તેમજ Skyline Gondola & Lugeની મુલાકાત લઈ શકો છો.
પાંચમાં દિવસે તમે Rotorua – Wai-O-Tapu Thermal Wonderlandની મુલાકાત લેવા માટે બસ અને ટેક્સી મારફતે જઈ શકો છો. જ્યારે છઠ્ઠા દિવસે તમે Queenstownથી આવી શકો છો. તેમજ સાતમાં દિવસે Milford Sound Day Trip કરી શકો છો.