ફેમિલી ટ્રીપની વાત કરવામાં આવે તો ઉનાળાનું વેકેશન આ માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. શાળા કોલેજમાં રજા હોવાથી ઉનાળામાં ફરવા જવાનું સૌ કોઈ પ્લાન કરે છે. જો તમે જૂનમાં ઉનાળાના વેકેશનમાં ફેમિલી સાથે ફરવાનું વિચારી રહ્યા છો, તો આ ડેસ્ટિનેશન પર જઈ શકો છો.
ઉત્તરાખંડમાં આવેલું મસૂરીની મુલાકાત પણ તમે લઈ શકો છો. મસૂરીને હિલ્સની રાણી કહેવામાં આવે છે. કપલ્સ અને ફેમિલી ટ્રીપ માટે આ એક ઉત્તમ સ્થળ છે.
નૈનીતાલ કુટુંબ અથવા મિત્રો અથવા સોલો ટ્રિપ માટે શ્રેષ્ઠ સ્થાન છે. ઉનાળાના વેકેશનમાં અહીં વસ્તુઓ મોંઘી થઈ શકે છે, પરંતુ જો તમે ઈચ્છો તો અહીં સૌથી સસ્તી અને શ્રેષ્ઠ સફરનો આનંદ લઈ શકો છો.
ઉત્તરાખંડમાં ફેમિલી ટ્રીપ માટે દેહરાદૂન બેસ્ટ ઓપ્શન છે. બે-ત્રણ દિવસની સફરમાં તમે દેહરાદૂનના સુંદર સ્થળો જોઈ શકો છો. અહીં બાળકો માટે ઘણી પ્રવૃત્તિઓ પણ છે.