આવી કેટલીક ફરિયાદો છે, કાર ઘરે પાર્ક કરેલી હતી, પરંતુ તેને હાઇવે કે એક્સપ્રેસ વે પર મુસાફરી બતાવીને ટોલ કાપવામાં આવતો હતો,એક્સપ્રેસ વે પર 50-60 કિલોમીટરની મુસાફરી કર્યા પછી એક્ઝિટ ફી કાપવામાં આવી હતી. ઘણા કિસ્સાઓમાં, વધુ કિલોમીટરની મુસાફરી બતાવીને વધુ ચાર્જ કાપવામાં આવ્યા હતા,નેશનલ હાઈવે પર આવવા-જવાની મુસાફરી 24 કલાકમાં પૂરી થઈ ગઈ હતી, પરંતુ પરત ફરતી વખતે ફીમાં રાહતનો લાભ આપવામાં આવ્યો ન હતો,ફાસ્ટેગ એક્ટિવેટ થયા બાદ પણ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વોલેટમાંથી બમણી ફી કાપવામાં આવી હતી.