
જંત્રીમાં કેટલો વધારો થશે? સત્તાવાર માહિતી મુજબ, વિવિધ શહેરો અને વિસ્તારોમાં સરેરાશ 15% થી 30% નો વધારો કરવામાં આવ્યો છે.

જમીનના લોકેશન આધારે જંત્રીના દર નક્કી થાય છે અને રાજ્યના કોઈ પણ વિસ્તારમાં જમીન અથવા મકાનની લઘુત્તમ કિંમત નક્કી કરાય છે. મિલકતના પ્રકારના આધારે જંત્રી નક્કી થાય છે અને મિલકતની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ જંત્રી નક્કી થાય છે. તેમજ પ્રોપર્ટીની ઉંમર આધારે પણ જંત્રી નક્કી થાય છે. ઔદ્યોગિકની મિલકતની સરખામણીમાં રહેણાંક પ્રોપ્રટીની જંત્રી વધુ હોય છે અને પોશ વિસ્તારની મિલકતની જંત્રી ઉંચી હોય છે.

જંત્રીનો દર અનેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. બેંક પાસેથી લોને લેવા માટે જંત્રીનો ઉપયોગ થાય છે તેમજ વિઝા માટે અરજી કરવા માટે દસ્તાવેજમાં જંત્રી ભૂમિકા ભજવે છે. તેમજ જમીન હેતુ માટે લોન માટે પણ જંત્રીનો દર ઉપયોગમાં આવે છે અને ઉધારમાં લીધેલી લોનની ક્રેડિટ મર્યાદા વધારવા પણ જંત્રી ઉપયોગમાં આવે છે. કેપિટલ ગેઈનમાં ટેક્સની ગણતરી વખતે જંત્રી ધ્યાને લેવાય છે.