હવામાન વિભાગે આગાહી વચ્ચે સુરતનો કોઝવે બંધ કરવામાં આવ્યો છે.
સુરતના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા ડેમ ઓવર ફ્લો થયો છે.
કોઝવે આખેઆખો ઓવરફલો થયો હોવાથી રાંદેર અને કતારગામ વચ્ચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તેથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી કોઝવેની સપાટી ભયજનક જોવા મળી રહી છે.
સતત કોઝવેનું પાણીનું લેવલ વધી રહ્યું છે અને વરસાદના પગલે કોઝવેની જળસપાટી 6 મીટર જોવા મળે છે.