બ્લુ ડાર્ટ એક્સપ્રેસ એ ભારતીય લોજિસ્ટિક્સ કંપની છે જે કુરિયર ડિલિવરી સર્વિસ પૂરી પાડે છે. બ્લુ ડાર્ટનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. તેની પાસે પેટાકંપની કાર્ગો એરલાઇન બ્લુ ડાર્ટ એવિએશન છે જે દક્ષિણ એશિયાના દેશોમાં કાર્યરત છે. વર્ષ 2002માં બ્લુ ડાર્ટે DHL એક્સપ્રેસ સાથે બિઝનેસ જોડાણ કર્યું હતું.
8 નવેમ્બર 2004ના રોજ DHL એક્સપ્રેસે બ્લુ ડાર્ટમાં €120 મિલિયનનું રોકાણ કર્યું હતું અને ત્યારથી તે કંપનીમાં મુખ્ય શેરહોલ્ડર છે. બ્લુ ડાર્ટની સ્થાપના તુષાર જાની અને તેમના મિત્રો ખુશરૂ દુબાશ અને ક્લાઈડ કૂપર દ્વારા નવેમ્બર 1983માં કરવામાં આવી હતી. જે રોકાણકારોએ આજથી 21 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાના Blue Dart ના શેર ખરીદ્યા હોત તો આજે કરોડપતિ બની ગયા હોય.
Blue Dart ના શેરના ભાવ 5 જુલાઈ, 2002 ના રોજ 83.65 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 1195 શેર આવે. આજે એટલે કે, 16 ડિસેમ્બરના રોજ Blue Dart ના શેરના ભાવ 7365 રૂપિયા છે.
આજના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 1195 શેર X 7365 રૂપિયા = 88,01,175. એટલે કે 88 લાખ રૂપિયા બની ગયા હોત. આ રીતે જો કોઈ વ્યક્તિએ વર્ષ 2002 માં 1,00,000 રૂપિયાના રોકાણ દ્વારા બ્લુ ડાર્ટ એક્સપ્રેસના શેર ખરીદ્યા હોય તો તે 0.88 કરોડ રૂપિયા થયા હોત.
બ્લુ ડાર્ટ એક્સપ્રેસ દ્વારા સમયાંતરે ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કંપનીએ 334.75 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. તે મૂજબ ગણતરી કરીએ તો 1195 શેર X 334.75 રૂપિયા ડિવિડન્ડ = 4,00,026 એટલે કે 4.00 લાખ રૂપિયા થાય છે. હવે શેરના ભાવ મૂજબના 88 લાખ રૂપિયામાં ડિવિડન્ડના 4 લાખ રૂપિયા ઉમેરીએ તો કુલ રકમ 92,01,201 રૂપિયા થાય છે.
Published On - 8:04 pm, Sat, 16 December 23