Paris Olympics 2024 : ક્રિકેટની T20WC ચેમ્પયન ટીમને મળ્યા 125 કરોડ રૂપિયા, જાણો હોકી ખેલાડીઓને કેટલા પૈસા મળશે

|

Aug 09, 2024 | 11:34 AM

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતીય પુરુષ ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હાર આપી હતી. આ જીત બાદ હોકી ઈન્ડિયા તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

1 / 5
છેલ્લા એક મહિના પહેલાની વાત છે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે અમેરિકા અને વેસ્ટઈન્ડીઝમાં રમાયેલી ટી20 વર્લ્ડકપમાં જીત મેળવી હતી. ભારતીય ટીમ બીજી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓ ઉપર પૈસાનો વરસાદ કર્યો હતો.

2 / 5
વેસ્ટઈન્ડિઝથી જ્યારે ભારતીય ટીમ પરત આવી તો તેનું રાજા મહારાજાઓની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતુ. બીસીસીઆઈ સચિવ જય શાહે આખી ટીમને 125 કરોડ ચેક આપવામાં આવ્યો હતો. આ સિવાય બોર્ડે પણ ઈનામ આપ્યું હતુ.

3 / 5
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે સ્પેનને 2-1થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હોકી ઈન્ડિયા તરફથી પ્રાઈઝમનીની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ટીમના દરેક ખેલાડીઓને 15-15 લાખ રુપિયા આપશે. તેમજ સપોર્ટ સ્ટાફના સભ્યને 7.5 લાખ રુપિયા મળશે.

4 / 5
 જો ક્રિકેટ સાથે તેની તુલના કરવામાં આવે તો આ રકમ તેની સામે નાની છે. ક્રિકેટ ભારતમાં ખુબ લોકપ્રિય છે. જો હોકીની વાત કરીએ તો આને ચાહકો નેશનલ સ્પોર્ટસ કહે છે પરંતુ તે મોટી ઈવેન્ટમાં અનેક મેડલ જીતીને લાવે છે.આ સિવાય હોકી ટીમ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ લેવલ પર ઘણી ટૂર્નામેન્ટ રમે છે, હોકીમાં સ્પોન્સર્સની અછત છે, જેના કારણે ફેડરેશનને પૈસા મળી શકતા નથી. ભારતીય હોકી ટીમ એટલી મજબુત છે કે, તેની સામે કોઈ પણ ટીમ ટકી શકતી નથી

5 / 5
તમને જણાવી દઈએ કે, હોકી ટીમમાં પંજાબના 10 ખેલાડીઓ રમતા જોવા મળ્યા હતા. પંજાબના સીએમ ભગવંત માને બ્રોન્ઝ મેડલ હોકી ખેલાડીને 1-1 કરોડ રુપિયા આપવાની જાહેરાત કરી છે. ભારતે ઓલિમ્પિકમાં કુલ 8 મેચ રમી છે. જેમાં હરમનપ્રીતે કુલ 10 ગોલ કર્યા છે.

Next Photo Gallery