
મંગલ મહાદેવ, મોરેશિયસ- ભગવાન મહાદેવની મૂર્તિ મોરેશિયસમાં પણ છે, જેની ઊંચાઈ લગભગ 108 ફૂટ હોવાનું કહેવાય છે. તે ગંગા તળાવની નજીક સ્થિત છે, જેને ગ્રાન્ડ બેસિન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે સમુદ્ર સપાટીથી 1,800 ફીટ છે. તમને જણાવી દઈએ કે મોરેશિયસમાં તે એક મોટું ધાર્મિક સ્થળ છે.

મુરુડેશ્વર- આ મૂર્તિ અરબી સમુદ્રના કિનારે છે અને તેની ઉંચાઈ લગભગ 123 ફૂટ છે. તે ભારતના કર્ણાટકમાં આવેલું છે અને તેનું મંદિર ત્રણેય બાજુઓથી પાણીથી ઘેરાયેલું છે. રામાયણ કાળની પૌરાણિક કથા તેની સાથે જોડાયેલી છે.