‘Pushpa 2’ ફિલ્મનો હીરો અલ્લુ અર્જુન દોષી ઠરશે, તો કેટલી થશે સજા, જાણો શું કહે છે કાયદો
પુષ્પા 2 ફિલ્મના હીરો અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા-2ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, અલ્લુ અર્જુન દોષી ઠરશે, તો કેટલી સજા થશે.
1 / 8
તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર અને પુષ્પા 2 ફિલ્મના હીરો અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા-2ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગના કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.
2 / 8
નીચલી અદાલતે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપી હતી. તેણે આ નિર્ણય સામે તેલંગાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. અલ્લુ અર્જુનને રાહત આપતા હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા.
3 / 8
જામીન મળ્યા બાદ પણ અલ્લુ અર્જુનને જેલમાં જ રાત વિતાવવી પડી હતી, કારણ કે જામીનના કાગળો જેલમાં પહોંચ્યા નહોતા. જેના કારણે શનિવારે તે જેલમાંથી છૂટ્યો હતો.
4 / 8
હકીકતમાં, 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ની સ્ક્રીનિંગ દરમિયાન કેપેસિટી કરતા વધુ લોકો આવ્યા હતા. આ દરમિયાન અલ્લુ અર્જુન ત્યાં પહોંચી ગયો. તેથી અલ્લુ અર્જુનની એક ઝલક મેળવવા ચાહકો બેકાબૂ થયા અને નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું.
5 / 8
પોલીસે જણાવ્યું કે મૃતકના પરિવારની ફરિયાદના આધારે અભિનેતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
6 / 8
BNS, 2023ની કલમ 105, ગેર ઈરાદે હત્યા સાથે સંબંધિત છે, જે હત્યા બરાબર નથી. આ કલમ ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે, પરંતુ પહેલાથી તે વ્યક્તિને મારવાનો ઈરાદો હોતો નથી.
7 / 8
અલ્લુ અર્જુન પર સેક્શન 105 હેઠળ સુરક્ષા નિયમોની અવગણના અને બેદરકારીનો આરોપ છે. જો આ કેસમાં તે દોષી ઠરશે, તો કલમ 105 હેઠળ ઓછામાં ઓછી 5 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
8 / 8
કલમ 118 ખતરનાક માધ્યમોનો ઉપયોગ કરીને સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવા અથવા ગંભીર ઇજા પહોંચાડવા સાથે સંબંધિત છે. આ અંતર્ગત જો દોષિત ઠરે તો 3 વર્ષ સુધીની જેલ અથવા 20 હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.