PM નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પહોંચ્યા, સુંદર ટાપુને નવા વર્ષે અનેક સુવિધાઓની ભેટ આપી

|

Jan 02, 2024 | 8:13 PM

PM Modi Lakshadweep visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના લક્ષદ્વીપની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેમનુ સ્થાનિકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યુ હતુ. લક્ષદ્વીપને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સાથે સ્થાનિકોના જીવનધોરણને વધુ ઉત્તમ બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે અનેક પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યા હતા. જેનુ લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યુ છે.

1 / 5
વડાપ્રધાન મોદી બે દિવસના દક્ષિણ ભારત પ્રવાસે છે. દક્ષિણ ભારતના તામિલનાડુ બાદ 2 જાન્યુઆરીએ પીએમ મોદી લક્ષદ્વીપ પહોંચ્યા હતા. જ્યાં તેઓનું પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

2 / 5
દેશ અને દુનિયાના સૌથી સુંદર ટાપુઓ પૈકીના એક દ્વીપ સમુર લક્ષદ્વીપની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. પીએમ મોદીને આવકારવા માટે સ્થાનિકો દ્વારા ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવી હતી. અનેક નવી ભેટને વડાપ્રધાને સ્થાનિકોને આપી હતી.

3 / 5
ખાસ કરીને સ્થાનિકોને કોરલ દ્વીપ હોવાને લઈ ભૂગર્ભ જળની એટલે કે પિવાના પાણીની મોટી સમસ્યા હતી. તેનો હલ નિકાળવો એ સૌથી મોટો પડકાર હતો. જેને પ્રશાસક પ્રફુલ પટેલે દૂર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. 1.50 લાખ લીટર દૈનિકના ધોરણે શુદ્ધ પિવાનું પાણી દરીયા વચ્ચે રહેતા લોકોને મળે એવો સફળ પ્રયાસ કરાયો છે. જેને લઈ હવે દરેક ઘરે નળથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે.

4 / 5
વડાપ્રધાન મોદીએ ઈન્ટરનેટના મહત્વના પ્રોજેક્ટને ખૂલ્લો મુક્યો છે. લક્ષદ્વીપને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે જરુરી પ્રાથમિક સુવિધાઓમાં ઝડપી ઈન્ટરનેટને માટે મહત્વનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. જેને લઈ હવે પહેલા કરતા 100 ગણી વધુ ઝડપી ઈન્ટરનેટની સુવિધા શરુ કરવામાં આવી છે. જેનાથી સ્થાનિકોને પણ દુનિયા સાથે જોડાવાનો આનંદ છવાયો છે.

5 / 5
મંગળવારે જાહેરસભા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાઈ હતી. જેમાં લક્ષદ્વીપના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આજે મંગળવારની રાત્રીએ તમારી બધાની વચ્ચે રોકાણ કરીશ અને બુધવારે ફરીથી સ્થાનિક વાસીઓને મળશે. લક્ષદ્વીપની કાયાપલટ કરવામાં આવી છે અને હવે આવનારા દિવસોમાં પ્રવાસ માટે સૌથી મોટું સ્થળ બનવા જઈ રહ્યુ છે.

Published On - 7:21 pm, Tue, 2 January 24

Next Photo Gallery