
ભારત સરકાર ઇચ્છે છે કે હવે દેશની મોટાભાગની રિફાઇનરીઓ તેમના પુરવઠાનો એક તૃતીયાંશ ભાગ રશિયાથી આયાત કરે અને આ સ્થિર ભાવે થવો જોઈએ. જેથી દેશની અર્થવ્યવસ્થાને અસ્થિર તેલની કિંમતોથી બચાવી શકાય. તેથી, ભારત સરકારે સરકારી અને ખાનગી કંપનીઓને સાથે આવવા જણાવ્યું છે. દેશની સરકારી ઓઇલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઇચ્છે છે કે રશિયા તેમને પ્રતિ બેરલ $5 કે તેથી વધુનું ડિસ્કાઉન્ટ આપે, પરંતુ તેઓ માત્ર $3નું ડિસ્કાઉન્ટ મેળવવા સક્ષમ છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓઈલનો રશિયા સાથે લાંબા ગાળાનો સપ્લાય કોન્ટ્રાક્ટ હતો, જે માર્ચના અંતમાં પૂરો થયો હતો. આ પછી સારું ડિસ્કાઉન્ટ ન મળવાને કારણે તેને રિન્યુ કરી શકાયું નથી. હવે સરકાર ઇચ્છે છે કે ઓઇલ કંપનીઓ સાથે મળીને કામ કરે અને સપ્લાય માટે વાટાઘાટો કરે, અને વધુમાં વધુ ડિસ્કાઉન્ટ મેળવવાનો પ્રયાસ કરે, અને એકબીજા સાથે સ્પર્ધા ન કરે.