કોઈપણ વ્યક્તિ તમને WhatsApp પર કોઈપણ ગ્રુપમાં એડ કરી દે છે. ઘણી વાર તમે ગ્રુપમાં કોઈને ઓળખતા પણ નથી હોતા અને તમને તે ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હોય છે. આવી સ્થિતિમાં શું કરવું એ આજે જાણીશું
તમને જણાવી દઈએ કે વોટ્સએપે એક નવું પ્રાઇવસી ફીચર અપડેટ કર્યું છે જેમાં તમે જાતે નક્કી કરી શકશો કે કોણ તમને ગ્રુપમાં એડ શકે છે અને કોણ નહીં. તેનું સંપૂર્ણ નિયંત્રણ તમારા હાથમાં રહેશે. પણ તમે આ કેવી રીતે કરશો? તેના માટે તમારે અમે આપેલી આ ટ્રિક ફોલો કરવી પડશે
આ માટે, પહેલા તમારા ફોનમાં WhatsApp ખોલો. WhatsApp ખોલ્યા પછી, સ્ક્રીનના જમણા ખૂણા પર ત્રણ ડોટ દેખાશે, તેના પર ક્લિક કરો.
આ પછી સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો. અહીં Privacy વિકલ્પ પર ક્લિક કરો.
તેમા ક્લિક કર્યા પછી તમને ગ્રુપનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો. અહીં તમારે ત્રણ વિકલ્પોમાંથી એક પસંદ કરવાનું રહેશે.
ત્રણ વિકલ્પોમાંથી એક Everyone છે આ ઓપ્શનથી તમારા વોટ્સએપ પરના દરેક વ્યક્તિ તમને ગ્રુપમાં એડ કરી શકે છે
My Contacts કરો છો તો તમારા ફોન Contactsની લિસ્ટના જ લોકો તમને ગ્રુપમાં એડ કરી શકે છે. My Contacts Except કરો છો તો તમારી પાસે બધો નિયંત્રણ રહેશે. જો તમે આ વિકલ્પ પસંદ કરો છો, તો તમે પોતે જ એવા લોકોને પસંદ કરી શકો છો જે તમને ગ્રુપમાં ઉમેરી શકે. તેમજ જો તમે Nobody પર ક્લિક કરશો તો કોઈ તમને કોઈપણ ગ્રુપમાં ઉમેરી શકશે નહીં.
Published On - 5:29 pm, Fri, 10 January 25