
ભારતમાં જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ભારતમાં પહેલીવાર બનશે છે. આ સાથે જ ગુજરાતના વલસાડ જિલ્લામાં 350 મીટરની પ્રથમ પર્વતોમાં બનાવેલ ટનલની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. સાથે જ ગુજરાતના સુરત જિલ્લામાં 70 મીટર લંબાઈનો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ 28 સ્ટીલના પુલોમાંનો પ્રથમ પુલ છે જે એમ.એ.એચ.એસ.આર. કોરિડોરનો ભાગ હશે.

રેલવે દ્વારા રાજ્ય અને દેશમાં વિવિધ સ્ટેશન અને ટ્રેકનું કામ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે પણ કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન ડેવલપ કરાશે. જેની સાથે મળતી માહિતી પ્રમાણે કાલુપુર રેલવે યાર્ડને 80 કરોડ ના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષા જેવું બનાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. જે કામ શરૂ થશે પાંચ મહિનામાં જ કામ પૂર્ણ થશે. હાલ કાંકરિયા યાર્ડમાં કોલસો, ખાતર, મીઠું , લોખંડ, ખાદ્ય પદાર્થો જેવી વસ્તુઓ ના કન્ટેનરો આવે છે. હાલ રેલવે યાર્ડમાં 66 શેડ આવેલા છે જે રી ડેવલપમેન્ટ કરીને 168 વેગનનું કરવામાં આવશે.

યાર્ડમાં સ્ટોરેજ માટે હાલ પૂરતી જગ્યા નથી જે નવા રેલવે યાર્ડમાં બનાવવામાં આવશે. જેથી વસ્તુ સ્ટોરેજ થશે. નવું રેલવે યાર્ડ બનતા કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વધશે. હાલમાં ત્રણ રેકમાં લોડિંગ કામગીરી થાય છે જે નવું બન્યા બાદ 22 થી 25 રેકમાં કામ થશે. નવું યાર્ડ બનતા સિમેન્ટ અને ખાતર યોગ્ય રીતે સ્ટોર કરી શકાશે. નવા રેલવે યાર્ડમાં વેરહાઉસિંગ, કોમર્શિયલ ઓફિસ અને કેફેટેરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેથી યાર્ડમાં કોઈ અગવડતા નહિ રહે અને નવું યાર્ડ બનતા વરસાદ દરમિયાન વસ્તુ ખરાબ થવાની પણ ફરિયાદો દૂર થશે.