રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારાની સાથે કંપનીના માર્કેટ કેપમાં પણ વધારો થયો છે. એક દિવસ પહેલા કંપનીના માર્કેટ કેપમાં રૂપિયા 53 હજાર કરોડનો વધારો જોવા મળ્યો હતો. માહિતી અનુસાર, એક દિવસ પહેલા કંપનીનું માર્કેટ કેપ 20,27,100.67 કરોડ રૂપિયા હતું. જે કંપનીના શેર ઊંચા સ્તરે પહોંચ્યા બાદ રૂ.20,80,590.55 કરોડે પહોંચ્યો હતો. મતલબ કે એજીએમની શરૂઆત બાદ કંપનીના માર્કેટ કેપમાં રૂ. 53,489.88 કરોડનો વધારો થયો છે.