મારુતિ સુઝુકી બ્રેઝા ભારતીય બજારમાં ખૂબ જ ફેમસ છે. આ કાર બજારમાં સૌથી વધુ વેચાતી કારમાંની એક છે. મારુતિ સુઝુકી બ્રેઝા કારની શરૂઆતની કિંમત 10 લાખ રૂપિયાની રેન્જમાં છે. આ કારનું મિડ-વેરિઅન્ટ પણ 15 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.
આ કાર સામાન્ય માણસના બજેટમાં આરામથી બેસે છે, જેના કારણે લોકોમાં આ કારનો ક્રેઝ છે. જો તમે આ કાર લોન પર ખરીદવા માંગતા હો તો તમારે ડાઉન પેમેન્ટ કેટલું ભરવું પડશે અને મહિને EMI કેટલી આવશે તેના વિશે આ લેખમાં જાણીશું.
મારુતિ બ્રેઝાની એક્સ-શોરૂમ કિંમત 8.34 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 14.14 લાખ રૂપિયા સુધી જાય છે. આ કારના બેઝ મોડેલની ઓન-રોડ કિંમત 9.36 લાખ રૂપિયા છે. આ મારુતિ કારનું સૌથી વધુ વેચાણ થતું મોડેલ Zxi Plus (પેટ્રોલ) છે.
આ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત 14.55 લાખ રૂપિયા છે. જો તમે આ કાર EMI પર ખરીદવા માગો છો, તો તમને 13.10 લાખ રૂપિયા સુધીની લોન પણ મળશે. જ્યારે ડાઉન પેમેન્ટ તરીકે 1.46 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. જો કે, લોનની રકમ તમારા ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.
જો તમે મારુતિ બ્રેઝા ખરીદવા માટે 4 વર્ષ માટે 13.10 લાખ રૂપિયાની લોન લો છો અને બેંક આ લોન પર 9 ટકા વ્યાજ વસૂલ કરે છે, તો તમારે દર મહિને લગભગ 32,600 રૂપિયાનો EMI ભરવો પડશે.
જો આ જ લોન પાંચ વર્ષ માટે લેવામાં આવે તો દર મહિને 27,200 રૂપિયાનો EMI ભરવો પડશે.જો તમે મારુતિ બ્રેઝા માટે છ વર્ષ માટે લોન લો છો, તો તમારે 23,600 રૂપિયાનો EMI ભરવો પડશે.