છૂટાછેડા પછી પણ મહિલા ઘરેલુ હિંસાની ફરિયાદ કરી શકે છે. ભારતીય કાયદામાં ઘરેલું હિંસા સામે ખૂબ જ કડક જોગવાઈઓ છે, અને આ કાયદો છૂટાછેડા પછી પણ સ્ત્રીને રક્ષણ અને ન્યાય આપે છે.
આ કાયદો The Protection of Women from Domestic Violence Act, 2005ના નામથી ઓળખાય છે. જેના હેઠળ ઘરેલું હિંસાનો મતલબ શારીરિક હિંસા નહી પરંતુ માનસિક ,ભાવનાત્મક , જાતીય અને આર્થિક હિંસાનો પણ થાય છે.
આ કાયદા હેઠળ, જો કોઈ મહિલાને તેના જીવનસાથી, સાસરિયાઓ અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા હેરાન કરવામાં આવે તો તેને સુરક્ષા અને રાહત મળી શકે છે.
છૂટાછેડા પછી પણ જો મહિલાને પોતાના પૂર્વ પતિ કે સાસરિયાના લોકો માનસિક, શારીરિક કે જાતીય સતામણીનો સામનો કરવો પડે છે. તો તે ઘરેલું હિંસા અધિનિમ હેઠળ ફરિયાદ કરી શકે છે. છૂટાછેડા બાદ પણ મહિલાને ઘર, ભરણપોષણ અને સુરક્ષાની માંગ કરવાનો અધિકાર છે.
કાનૂની જોગવાઈઓ વિશે આપણે વાત કરીએ તો, કલમ 12 મહિલા કોર્ટમાં ઘરેલું હિંસા માટે ફરિયાદ કરી શકે છે. કોર્ટ મહિલાને રક્ષણના આદેશો, આશ્રય, ભથ્થું અને અન્ય રાહતો આપી શકે છે.
કલમ 18 કોર્ટ મહિલાને તેના ભૂતપૂર્વ પતિ, સાસરિયાઓ અથવા અન્ય કોઈ સંબંધીઓ દ્વારા ઉત્પીડનથી રક્ષણ આપવા માટે પ્રોટેક્શન ઓર્ડર જાહેર કરી શકે છે.જો મહિલા છૂટાછેડા પછી પૂર્વ સાસરિયામાં રહે છે. તો ત્યાં પણ રહેવાનો અધિકાર છે. તેને અસુરક્ષિત સ્થિતિથી બચાવવા માટે કોર્ટે આદેશ જાહેર કરી શકે છે.
જો મહિલા છૂટાછેડા પછી હેરાનગતિનો સામનો કરી રહી હોય, તો તેને ભરણપોષણ અથવા નાણાકીય સહાય માટે કોર્ટમાંથી ઓર્ડર મળી શકે છે. જો તેને ઘરેલુ હિંસાની ફરિયાદમાં ન્યાય મળે તો તે તેના પૂર્વ પતિ પાસેથી આ ભથ્થું મેળવી શકે છે.
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)